ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ડીસા મુકામેથી ઝડપી પાડ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-15 11:03:42
  • Views : 450
  • Modified Date : 2022-05-15 11:03:42


ડીસા રૂરલ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ડીસા થી પેરોલ ફ્લો સ્કોડ બનાસકાંઠાની ટીમે ઝડપી પાડ્યો હતો.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોર ટોળકી સક્રિય બની હતી.અને શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં એક બાદ એક નાની મોટી અનેક ચોરીઓની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો.વારંવાર બનતી ચોરીઓની ઘટનાઓને લઈ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળતો હતો.ત્યારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને આજે પોલીસે ઝડપી પાડ્યો હતો.જે.આર મોથલિયાં સરહદી રેન્જ ભુજનાઓ તરફથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચના અંતર્ગત પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા બનાસકાંઠાવાળાની સૂચના આધારે કે.કે પાટડીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્કોડ પાલનપુરની સૂચના આધારે ડીસા શહેરી વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન ટીમને મળેલ ખાનગી હકીકત આધારે ડીસા રૂરલ હદમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી સેધુભા રતનસિંગ સોલંકી વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો.છેલ્લા ઘણા સમયથી આરોપી પોલીસથી છુપીને ફરતો હતો.ત્યારે આજે પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો

Download Our B K News Today App



Related News