પુણા પો.સ્ટે.ના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝોન-૧ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-06 19:36:44
  • Views : 238
  • Modified Date : 2024-09-06 19:36:44

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા નાયબ પોલીસ કમીશનર (ક્રાઇમ) તા.૨૯/૦૮/૨૦૨૪ થી તા.૦૭/૦૯/૨૦૨૪ સુધી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા ડ્રાઇવ  રાખેલી જે અનુસંધાને મે, પોલીસ કમીશનર સુરત શહેર તથા અધીક પોલીસ કમીશનર સેક્ટર-૦૧ તથા  ભક્તિબા ડાભી ઝોન-૧ સુરત શહેરનાઓએ નાસતા ફરતા આરોપીઓ શોધવા આપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે ઝોન-૧ એલ.સી.બી. શાખાના પોલીસ માણસો અ.હે.કો. સહદેવસિંહ મહીપતસિંહ તથા અ.હે.કો. કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે આરોપી અનીલ લાલાભાઇ રાઠોડ ઉ.વ-૨૮ ધંધો-બેકાર રહે- ૧૬૫, કલ્પના સોસાયટી, કૈલાશનગર સોસાયટીની સામે, ગોડાદરા સુરત નાને પકડી પાડેલ છે. આરોપીએ ફરીયાદી સુનીતાબેન તે વિનોદભાઇ દાલચંદભાઇ અગ્રવાલ રહે-કુંભારીયા ગામ સુરત નાઓ ગઇ તા-૧૨/૦૬/૨૦૧૬ ના રોજ સવારના મંદીરે દર્શન કરી પરત પોતાના ઘરે ચાલતા જતા હતા ત્યારે સદર આરોપી અનીલ લાલાભાઇ રાઠોડ તથા તેની સાથેનો સહ આરોપી શંકર ધીરુભાઇ પટેલ બંને નાઓ એક મોટર સાયકલ ઉપર આવી ફરીયાદીની ગળામાં રહેલ સોનાની હનુમાનજીના પેન્ડલ વાળી ચેઇન કિ.રૂ. ૪૨,૦૦૦/- ની મો.સા. ની પાછળ બેસેલ અનીલ લાલાભાઇ ના સ્નેચીંગ કરી ભાગી ગયેલ હતા.

Download Our B K News Today App



Related News