પોલીસ ઉપર હુમલો કરનારા આરોપીઓ પાલનપુર સબજેલમાં ખસેડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 11:15:39
  • Views : 830
  • Modified Date : 2022-05-31 11:15:39

 

ચાર સભ્યો બે દિવસ ના રીમાન્ડ ઉપર વધુ તપાસ ચાલુ

 

ડીસા તાલુકાના કુંપટ ગામે પોલીસ ઉપર પથ્થરમારો કરનારા 82 આરોપીઓની અટકાયત કરી ડીસા કોર્ટમાં રજુ કરતાં 78 આરોપીઓ ને સબજેલમાં મોકલ્યાં હતાં. જયારે ચાર શખ્સોના બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં.

ડીસાના કુંપટ ગામે ઠાકોર સમાજના યુવક લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવાની દરબાર સમાજ દ્વારા ના પાડવામાં આવી હતી. જેથી ઠાકોર સમાજ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ ની સમજાવટ બાદ પણ દરબાર સમાજના ટોળાએ કાયદો હાથમાં લઈ હંગામો મચાવી પથ્થરમારો કરતા ડીસા તાલુકા પીઆઈ એમ.જે.ચૌધરી સહિત પાંચ જેટલા પોલીસ જવાનોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આથી ડીસા તાલુકા પોલીસે ટોળાં સામે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ડીસા તાલુકા પોલીસે બે દિવસમાં 82 જેટલાં આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને શનિવારે સાંજે પથ્થરમારો કરનાર આરોપીઓને ડીસાના સિનિયર સિવિલ જજ ઈન્દ્રજીતસિંહ ભાટી સમક્ષ રજુ કરવામાં આવ્યાં હતાં. આથી ડીસા કોર્ટ દ્વારા 78 આરોપીઓને સબજેલ મોકલવામાં આવ્યાં હતાં અને કુંપટ ગામના સરપંચ પતિ બકુસિંહ બાબુસિંહ સોલંકી સહિત ચાર શખ્સોના બે દિવસ ના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં.

Download Our B K News Today App



Related News