ડીસામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-13 12:27:29
  • Views : 2671
  • Modified Date : 2021-10-13 12:27:29

 

બનાસકાંઠા જિલ્લામાં ચોરી ને અંજામ  આપનાર શખ્સો ને જિલ્લા ની પોલીસ દ્વારા પકડી પાડવા માટે અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરવામાં આવે છે.ત્યારે ચાર વર્ષ અગાઉ ડીસા ઉત્તર પોલીસ મથક ની હદ માંથી ચોરીને અંજામ આપનાર  નવાબ ઉર્ફે જાડીયો મોહમ્મદ પઠાણ રહે.સુરત ઉણપાટિયા સુરત વાળો છેલ્લા ચાર વર્ષ થી નાસતો ફરતો હોઈ જેની ડીસા ઉત્તર પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરી હતી.ત્યારે ગઈ કાલે ડીસા ઉત્તર પોલીસ ના હેડ કોસ્ટેબલ જ્યંતીભાઈ ધર્માભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચાર વર્ષ અગાઉ ડીસા ઉત્તર પોલીસ મથક ની હદ માં ચોરી કરનાર નવાબ ઉર્ફે જાડીયો મોહમ્મદ પઠાણ ડીસામાં છે.તેવી બાતમી મળતા ડીસા ઉત્તર પોલીસ ના હેડ કોસ્ટેબલ જ્યંતીભાઈ ધર્માભાઈ તેમજ પોલીસ કોસ્ટેબલ વિક્રમસિંહ જોગાજી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News