દધિચી બ્રિજ ઉપર બંધ પડેલી બસ પાછળ રિક્ષા ઘૂસી જતા સર્જાયો અકસ્માત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-13 15:20:14
  • Views : 86
  • Modified Date : 2023-08-13 15:20:14

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યાં આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના દધિચી બ્રિજ ઉપર બંધ પડેલી બસ પાછળ રિક્ષા ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. બંધ પડેલી બસ સાથે રિક્ષાનો અકસ્માત થતા રિક્ષા ચાલક ફસાયો હતો.રિક્ષાચાલક ફસાતા સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. એકાદ કલાકથી રસ્તાની વચ્ચે બંધ પડેલી બસથી અકસ્માત સર્જાતા રોષે ભરાયેલ સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી છે તો બીજી તરફ વડોદરાના વરણામાં કેલનપુર પાસે ટ્રકની અડફેટે બેના મોત થયા હતા. વડોદરાના બે યુવકોનું ટ્રકના તોતિંગ પૈડા નીચે કચડાઈ જતા મોત નિપજ્યું હતુ. એક્ટિવાસવાર બે યુવકો તતારપુરાથી વડોદરા આવતા સમયે અકસ્માત છે.

Download Our B K News Today App



Related News