બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ચાંગા રોડ પર અકસ્માત સર્જાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 11:01:31
  • Views : 244
  • Modified Date : 2022-05-31 11:01:31


બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને આજે નેશનલ હાઈવે પર વારંવાર નાના-મોટા અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે મોટાભાગે નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોના ગફલત ફર્યા ડ્રાઇવિંગ ના કારણે સતત અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે જેમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને પણ બેઠા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ચાંગા રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે એકનું મોત નીપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જે બાદ આ અકસ્માતની જાણ થતાં પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

Download Our B K News Today App



Related News