કાકોશી પોલીસ સ્ટેશનનો ફરાર આરોપીને ડીસાના લુણપુર થી ઝડપી પાડ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-12 11:27:43
  • Views : 621
  • Modified Date : 2021-10-12 11:27:43

કાકોશી પોલીસ સ્ટેશનનો ફરાર આરોપીને ડીસાના લુણપુર થી ઝડપી પાડ્યો હતો. પાટણ જીલ્લાના કાકોશી પોલીસ સ્ટેશનમાં પ્રહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી ડીસા તાલુકા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો

કાકોશી પોલીસ સ્ટેશનનો ફરાર આરોપીને ડીસાના લુણપુર થી ઝડપી પાડ્યો હતો.જેને પેરોલ ફર્લો સ્કોડ આરોપી ને ઝડપી ડીસા તાલુકા પોલીસને સુપ્રત કર્યો હતો.પાટણ જીલ્લાના કાકોશી પોલીસ સ્ટેશનમાં પ્રહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી ડીસા તાલુકા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા પોલીસના પેરોલ ફર્લો સ્કોડ ના પીએસઆઈ કે.કે.પાટડીયા ના માર્ગદર્શન મુજબ હે.કો. વિનોદભાઈ, શૈલેષભાઇ, કુલદીપસિંહ, સમીઉલ્લાખાન, સંજયભાઇ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. જે દરમિયાન ટીમ ને પાટણ જીલ્લાના કાકોશી પોલીસ સ્ટેશન ના પ્રોહીબિશન ગુના રજીસ્ટર નંબર 448/2020 મુજબના ગુનાનો એક વર્ષથી નાસતો ફરતો આરોપી પરથીસિંહ ભોમસિંહ સોલંકી (રહે, લુણપુર, આથમણી પાર્ટી, તા. ડીસા) લુણપુર મુકામે હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે ડીસાના લુણપુર ગામેથી પરથીસિંહ સોલંકી ને ઝડપી ડીસા તાલુકા પોલીસ ને હવાલે કરી આગળની કાર્યવાહી કરવા કાકોશી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી તેમ બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોડ ના પીએસઆઇ કે.કે.પાટડીયા જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News