ડીસાના રાણપુર દાંતીવાડા રોડ પરથી યુવકનું અપહરણ તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-29 11:19:59
  • Views : 463
  • Modified Date : 2022-03-29 11:19:59

ડીસાના રાણપુર  દાંતીવાડા રોડ પરથી રાણપુર મામાનગર ના એક ૧૭ વર્ષીય યુવકનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરાતા  યુવકના પરિવારે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ હત્યા આત્મહત્યા અને અપહરણના બનાવ સતત સામે આવી રહ્યા છે ખાસ કરીને અંગત અદાવતમાં અથવા તો પૈસાની લેતીદેતીમાં સતત પુરા ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર મામાનગર  ખાતે રહેતા કાનાજી ત્રિકમાજી પરમાર (માળી) નો દીકરો મેહુલ ત્રિકમભાઈ પરમાર (માળી) જે કેન્દ્રીય વિદ્યાલય બીએસએફ કોલોની દાંતીવાડા ખાતે ૧૧ માં ધોરણમાં અભ્યાસ કરે છે અને તેની ઉંમર 17 વર્ષ છે.તે દરરોજ વહેલી સવારે રાણપુર ગામ થી દાંતીવાડા રોડ પર રનીંગ કરવા જાય છે ત્યારે આજે વહેલી સવારે રાણપુર થી દાંતીવાડા રોડ પર રનીંગ કરવા ગયેલ પરંતુ પરત ઘરે પાછો ન આવતા તેના પરિવારે રાણપુર થી દાંતીવાડા રોડ પર તપાસ કરી પરંતુ મળી આવેલ નહીં જે બાદ મેહુલના પરિવારે તેમના સગા વાલા માં પણ શોધખોળ કરતાં પરંતુ  મેહુલ ક્યાં મળી આવેલ નહીં તેના પરિવારે ડીસા તાલુકા પોલીસ મથકે મેહુલ ત્રીકમભાઈ પરમાર (માળી) નું કોઈ અજાણ્યા શખ્શો અપહરણ કર્યું હોય તેવું જણાતા  ડીસા તાલુકા પોલીસ મથકે અપહરણ ની ફરિયાદ નોંધાવતા  પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News