ડીસા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલ નવિન ઓવરબ્રિજ ઉપર નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવા તેમજ ઓવરબ્રિજ નીચેથી સોસાયટીઓમાં જવા માટે એકસેસ મુકવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને આવેદનપત્ર આપ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-20 12:33:35
  • Views : 315
  • Modified Date : 2021-11-20 12:33:35

ડીસાના નવિન ઓવરબ્રિજ ઉપર અને નીચે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા માંગ

 

- ઓવરબ્રિજ નીચેથી સોસાયટીઓમાં જવા માટે એકસેસ મુકવાની તાતી જરૂરિયાત

 

- આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ને અપાયું આવેદનપત્ર

 

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અવાર-નવાર ટ્રાફીક સમસ્યા તેમજ અકસ્માતની ઘટનાઓ બનતી હતી. જેથી કેન્દ્ર સરકાર દ્વારા 200 કરોડ ઉપરાંત ના ખર્ચે એલીવેટેડ ઓવરબ્રિજ (પિલ્લરવાળો પુલ) બનાવી બે મહિના અગાઉ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવિન ઓવરબ્રિજ ઉપર અને નીચે મસમોટી લાઈટો નાખવામાં આવી છે પરંતુ બે મહિના ઉપરાંત નો સમય વિત્યો છતાં લાઈટો શરૂ ન થતાં સ્ટ્રીટ લાઈટ શોભાના ગાઠીયા સમાન બની ગઈ છે. આ ઉપરાંત ઓવરબ્રિજ ના નીચેથી સોસાયટીઓમાં જવા માટે એકસેસ પોઈન્ટ મુકવામાં આવ્યાં નથી. જેથી શહેર બે ભાગમાં વહેચાઈ ગયું છે.

આથી ફલાય ઓવરબ્રિજ ઉપર તેમજ નીચે લાઈટો ચાલુ કરવા અને ઓવરબ્રિજ નીચેથી હાઈવે ની બન્ને સાઈડની સોસાયટીઓમાં અવરજવર માટે ઍક્સેસ મુકવા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, બનાસકાંઠા જીલ્લા પ્રમુખ ડૉ. રમેશભાઈ ચૌધરી અને કમલેશભાઈ ઠક્કર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ની કચેરી પાલનપુર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News