'મને ઘરે નથી જવું, અહિં ઘર જેવો જ માહોલ છે', સુરતમાં 94 વર્ષના દાદીએ આઈસોલેશન સેન્ટરમાં 5 દિવસ રહી કોરોનાને હરાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 12:12:38
  • Views : 285
  • Modified Date : 2021-04-21 12:12:38

    સુરત સીંગણપોરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટર પર 5 દિવસની સારવાર લઈ સાજા થયેલા 94 વર્ષના વૃધ્ધ માજીએ ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના સેવકોનો આભાર વ્યક્ત કરીને કહ્યું કે, મને ઘરે નથી જવું અહિંયા જ રાખો અહિં ઘર જેવો જ માહોલ છે. જે મને ગમે છે. આટલું સાંભળતા તમામની આંખો છલકાય ગઈ હતી. ઓલપાડના રહેવાસી જડીબેનના ઘરે પૌત્રો પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમણમાં સપડાતા હોમ કોરોન્ટાઇન કરી દેવાયા હતા.પૌત્ર જીતેન્દ્રભાઈએ કહ્યું હતું કે, નવાઈની વાત એ છે કે, રોજિંદા કસરત કરી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખતા જડીબેન એમના જીવનકાળ દરમિયાન બીમાર પડ્યા હોય એવા કોઈ કિસ્સા યાદ નથી. હાલ દાદી સુરતના એક સંબંધીને ત્યાં રહે છે.

    જીતેન્દ્રભાઈ (પૌત્ર) એ કહ્યું હતું કે, અમે જામનગરના વતની છીએ. ખેતી કરી જીવન ગુજારતા આવ્યા છીએ. 30 વર્ષ પહેલાં દાદાના મૃત્યુ બાદ દાદીએ હિંમત ન હારી સંઘર્ષ સાથે પરિવારનું પાલન પોષણ કર્યું છે. દાદીના 94 વર્ષના કેરિયરમાં એ ક્યારે બીમાર પડ્યા એ કહેવું મુશ્કેલ છે. જોકે હાલ એમના પૌત્ર પરિવારના 5 સભ્યો કોરોના સંક્રમણમાં આવી જતા હોમ કવોરન્ટી કરી દેવાયા હતા. ત્યારબાદ દાદીની તબિયત બગડી એટલે હું વડોદરથી સુરત આવ્યો હતો. મિત્રોની સલાહ સુચન સાથે દાદીને કતારગામ સિંગણપોરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટરમાં દાખલ કર્યા હતાં.

    5 દિવસ પહેલા જ શરૂ થયેલી 25 બેડના સેન્ટરમાં દાદીએ પોતાની સારવાર કરતા ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સેવા-ચાકરી જોઈ એટલા પ્રભાવિત થયા કે, રજા મળી હોવાની જાણ થયા જ ડોક્ટરોને કહી દીધું, હું કશે નહિ જાઉં મને અહીંયા જ ગમે છે, તમારી સેવાનો વધુ લાભ લેવો છે, આ સાંભળી આખું આઇસોલેશન સેન્ટર ભાવુક બની ગયુ હતું.દાદીના એક જ વાક્યથી તમામ ખુશીથી ઝૂમી ઉઠ્યાં હતાં.

    દાદી ભલે 94 વર્ષની છે ન ભલ ભલાને પાણી પીવડાવી દે છે. રોજ સવારે વહેલું ઉઠવાનું બેસીને જે કસરત થાય એ કરવાની, સાદો ખોરાક જ લેવાનો, શુદ્ધ ઓક્સિજનવાળા માહોલમાં જ રહેવાનું, અને ફ્રી થાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના પાઠ વાંચવાના, મનથી મજબૂત અને સૂઝબૂઝ સાથે જીવન જીવનારી દાદીએ કોરોનાને માત આપી. એ પણ એમની હિંમત અને સેવાકીય વ્યક્તિઓની મહેનતના અમે આભારી છીએ તેમ વધુમાં પૌત્રએ જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News