થરાદમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા 85મો ત્રીમૂર્તિ શિવજયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:14:27
  • Views : 222
  • Modified Date : 2021-03-11 11:14:27

     થરાદ શહેરમાં ગાયત્રી સોસાયટીમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા શિવરાત્રીને લઇને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારીની બહેનોએ પ્રવચન આપ્યુ હતું..બ્રહ્માકુમારીની બહેનો દ્વારા 85મો ત્રી-મૂર્તિ શિવજયંતિ મહોત્સવ શિવરાત્રીને લઇને થરાદ શહેરમાં યોજવામાં આવ્યો હતો જેમાં  બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને બધા મુખ્ય મહેમાનોને તિલક કરી અને ફૂલ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્ય મહેમાનો અને બ્રહ્માકુમારીની બહેનો દ્વારા ધ્વજારોહન કર્યું હતું..આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે થરાદના પ્રાંત અધિકારી વી સી બોડાણા તમજ થરાદ મામલતદાર માવજીભાઇ પટેલ ,ડોકટર રીતેષ ભાઇ પ્રજાપતિ સહિત ધર્મપ્રેમી લોકો હાજર રહ્યા હતા

Download Our B K News Today App



Related News