ડીસા ખાતે કોંગ્રેસ દ્વારા સ્વર્ગીય રાજીવ ગાંધીની 77મી જન્મ જયંતી કરાઈ ઉજવણી કરાઇ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-21 11:41:26
  • Views : 290
  • Modified Date : 2021-08-21 11:43:01

     આજે સ્વર્ગીય રાજીવ ગાંધીની 77મી જયંતિ નિમિત્તે સમગ્ર ભારતભરમાં તેમના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસા ખાતે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી તેમજ ભારત રત્ન એવા સ્વર્ગીય રાજીવ ગાંધીની ૭૭ મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસના કાર્યકર્તા તેમજ નેતાઓ દ્વારા સ્વર્ગીય રાજીવ ગાંધી ના બાવલાને સુતરની આંટી પહેરાવી રાજીવ ગાંધી અમર રહો તેવા નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી જન્મ જયંતી નિમિત્તે ડીસામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા વિપુલભાઈ શાહ જણાવ્યું હતું કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી એવા સ્વર્ગીય રાજીવ ગાંધી અઢાર વર્ષની ઉમરે યુવાનોને મતાધિકાર આપ્યો એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા એવા સ્વર્ગીય રાજીવ ગાંધીની ૭૭ મી જન્મ જયંતી નિમિત્તે તમને કોટી કોટી વંદન તેમજ આવનારી 2022 વિધાનસભાની ચૂંટણીમાં દરેક તાલુકા શેત્રે ચહેરો બદલવાની મુહિમ છીએ તેમજ કોંગ્રેસને વિજય  બનાવીશું તેવી શપથ લીધી હતી.

Download Our B K News Today App



Related News