કોરોના વાયરસની મહામારીમાં સેવા આપનાર જિલ્લાના 71 કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-28 13:03:31
  • Views : 305
  • Modified Date : 2021-09-28 13:03:31

     કોરોના વાયરસની મહામારીમાં સેવા આપનાર જિલ્લાના 71 કોરોના વોરિયર્સનું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તેમજ જિલ્લા પ્રભારી નંદાજી ઠાકોર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

 

ડીસા તાલુકાના ઢુંવા ગામના કોરોના મહામારીમાં ફરજ બજાવનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.ડીસા તાલુકોમાં કોરોનાવાયરસ ની મહામારીમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું સતત કોરોનાવાયરસ ના કેસોમાં વધારો થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર કોરોનાવાયરસ ના દર્દીઓ સારવાર માટે રજળતા જોવા મળતા હતા. તો વળી સતત ઓક્સિજનની અછતના કારણે અનેક લોકો મોતને ભેટયા હતા પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ પણ સતત ચિંતામાં જોવા મળતું હતું ડીસા તાલુકામાં કોરોના મહામારી એટલું ભયંકર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે લોકોને સારવાર લેવા માટે હોસ્પિટલોમાં જગ્યા પણ હતી પરિસ્થિતિમાં સમયસર સારવાર મળતાં અનેક લોકોના મોત પણ નીચે હતા ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડીસા તાલુકાના અનેક ગામોમાં સ્થાનિક લોકો દ્વારા જ્યાં પણ જગ્યા મળી ત્યાં સ્વખર્ચે હોસ્પિટલો શરૂ કરી લોકોને સારવાર આપવાનું શરૂ કર્યું હતું જેના કારણે અનેક લોકોની જિંદગી કોરોનાના વાયરસની મહામારીમાં બચી હતી. ડીસા તાલુકાના ઢવા ગામે પણ સ્થાનિક લોકો દ્વારા શાળામાં મોટી હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી હોસ્પિટલમાં રોજેરોજ ૨૦૦થી પણ વધુ કોરોના દર્દીઓ ને ગામલોકોના સ્વખર્ચે સારવાર આપવામાં આવતી હતી લાંબા સમય સુધી ચાલેલી કોરોનાવાયરસ ની મહામારીમાં ઢુંવા ગામના સ્થાનિક લોકો રાત-દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોના દર્દીઓની સારવાર સેવા આપતા હતા. જેના કારણે ઢુંવા ગામ સહિત આજુબાજુના અને કામના લોકો હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ગામ લોકો દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હોવાથી સારવાર લેવા માટે આવ્યા હતા. ત્યારે મહામારીમાં કરેલી સેવાને બિરદાવવા માટે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા બનાસકાંઠા જિલ્લાના ૭૧ કોરોના વોરિયર્સનું સન્માન નો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, બનાસકાંઠા ના પ્રભારી નંદાજી ઠાકોર તથા નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ  નિતિનકુમારના અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં કોરોનાના સમય દરમિયાન ઢુવા કોવિડ સેન્ટર મા નિસ્વાર્થ ભાવ થી જે સેવા આપી હતી તથા આજુબાજુના વિસ્તારની ની નિસ્વાર્થ સેવા કરવા માટે  કોરોના વોરિયર્સ તરીકે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News