મોહનથાળ પ્રથાના બદલે ચિકી પ્રથાઃ અંબાજીમાં પ્રસાદની 500 વર્ષ જૂની પ્રથા બદલાતા જનાક્રોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 17:57:36
  • Views : 464
  • Modified Date : 2023-03-04 18:00:50

તીર્થધામ અંબાજીમાં માં અંબાના રાજભોગ સમાન મોહનથાળનો પ્રસાદ પ્રથમવાર 1.16 વાગ્યાથી વિતરણ બંધ કરી દેવાયું હતું. શુક્રવારે દૂરદૂરથી માં અંબાના દર્શનાર્થે  આવેલા અસંખ્ય માઈભક્તોએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યુ કે આ નિર્ણય શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પંહોચાળનાર છે. અંબાજીમાં 500 વર્ષ જૂની  મોહનથાળની પ્રથા બંધ કરવા સામે હિંદુ હિતરક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપી ફરી મોહનથાળનો પ્રસાદ ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની સાથે અંબાજી બંધ અને ભૂખ હડતાળની ચીમકી આપી છે.

બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે હવેથી પ્રસાદમાં મોહનથાળ બંધ કરી દેવામાં આવ્યો છે અને પ્રસાદમાં ચિકી આપવામાં આવશે. ઉતર ગુજરાતની જ કોઇ કોન્ટ્રાક્ટ એન્જસીને કામ સોંપવામાં આવ્યું છે. જે કોન્ટ્રાકટ એજન્સી સોમનાથ મંદિરને પણ ચિકીનો પ્રસાદ પૂરો પાડે છે. એ જ એજન્સી હવે અંબાજી મંદિરને પણ ચીકીનો પ્રસાદ પૂરો પાડશે. મંદિરમાં ચિકીનો પ્રસાદ રાખવાના નિર્ણય અંગે કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, 'પ્રસાદ બદલવાને લઇ મંદિર સંચાલકોને અનેક રજૂઆત અને મંતવ્યો હતા. અનેક રજૂઆત અને મંતવ્યો બાદ મંદિર પ્રશાસને નિર્ણય લીધો છે. ચિકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો 3 મહિના સુધી રાખી શકે છે.

અંબાજી મંદિરના પૂજારી ભટ્ટજીના મંતે પ્રભુના સાક્ષાત દર્શન અટલે પ્રસાદ. જેમ શનિદેવને ટોપરાનો પ્રસાદ, શ્રીનાથજીમાં થોળ, મહુડીમાં સુખડી, ડાકોરમાં મગજ એમ માં અંબાના ધામમાં મોહનથાળના પ્રસાદનું મહત્તવ રહેલું છે.  મોહનથાળ પ્રસાદની એ પણ વિશેષતા છે કે તેમાં ભરપૂર ઘી અને ખાંડ હોવા છતા તેની પર કીડીઓ પણ ઉભરાતી નથી.

 

 

 

Download Our B K News Today App



Related News