ડીસા માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 21 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 30 નવદંપતિઓએ પ્રભુતાના પગલા પાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-15 11:11:17
  • Views : 376
  • Modified Date : 2022-05-15 11:11:17


ડીસા માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 21 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 30 નવદંપતિઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. ડીસા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 21 માં સમૂહ લગ્ન નું આયોજન માલગઢ ગામે પરમાર મીરાબેન સોનાજી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવે જેમાં જિલ્લાભરના માળી સમાજના ત્રીસ નવદંપતિઓએ પ્રભુતાના પગલા માંડ્યા હતા આજે યોજાયેલ આ સમૂહ લગ્ન સમારોહમાં જિલ્લાભરમાંથી માળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા સમૂહ લગ્ન સમિતિ દ્વારા નવદંપતીઓને ઉતારાની વ્યવસ્થા ,આવનાર તમામ માટે ભોજનની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને ત્યારબાદ સમૂહ લગ્નમાં દાતાશ્રી ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. માળી  સમાજના સમુહ લગ્નમાં માળી સમાજના દાતાઓ દાન આપી આ સમૂહ લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જ્યારે નવદંપતીને આશીર્વાદ  આપવા શ્રીછોગારામજી કથાકાર તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ સાથે શિક્ષણ અને કુરિવાજો ઉપર પાર મૂક્યો હતો.

Download Our B K News Today App



Related News