ડીસા તાલુકાના આસેડા ગામે 200 વર્ષ જૂના ખોડીયાર માતાના મંદિરનો આજરોજ ગ્રામજનો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં આખું ગામ ભક્તિમય વાતાવરણ માં ગુંજી ઉઠ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-21 11:38:04
  • Views : 226
  • Modified Date : 2021-10-21 11:38:04

 

ડીસા તાલુકાના આસેડા ગામ ખોડીયાર માતાના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. હિન્દુ ધર્મમાં શક્તિ ભક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે વર્ષોથી હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓનો સ્થાન રહેલું છે ત્યારે હાલમાં હિન્દુ ધર્મમાં તહેવારોની ઉજવણી થઈ રહી છે તેની સાથોસાથ અનેક વિસ્તારોમાં પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના કોટડા ગામે પણ 200 વર્ષ જુનું ખોડીયાર માતાના મંદિરે આજે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ડીસા તાલુકાના આસેડા ગામ ૨૦૦ વર્ષ પહેલા સાધુ સંતો દ્વારા મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જે બાદ વર્ષો થી આસેડા ગામના લોકો મંદિરે દર વર્ષે પૂજા અર્ચના કરતા હતા ત્યારે આજે ગામના લોકોએ નવા મંદિરની વાજતે ગાજતે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી વહેલી સવારે આસેડા ગામ માં ખોડિયાર માતાનો શોભાયાત્રા નિકાળવામાં આવી હતી જે વાત ગામમાં આવેલ ખોડિયાર માતાના મંદિરે મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે તે પ્રતિષ્ઠા માં આસેડા ગામ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા.

Download Our B K News Today App



Related News