રાજ્યવ્યાપી 17 માં પ્રવેશોત્સવ નો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે શુભારંભ કરાવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-24 11:12:17
  • Views : 222
  • Modified Date : 2022-06-24 11:12:17

 

 

એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષ-૨૦૦૨-૦૩ થી રાજયની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનાં પ્રવેશને વેગ મળે અને પ્રવેશપાત્ર બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે માટે કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત આજે રાજ્યવ્યાપી 17 માં પ્રવેશોત્સવ નો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે શુભારંભ કરાવ્યો હતો, બનાસકાંઠા ની મેમદપુર શાળા માં મુખ્યમંત્રીએ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો .

 

તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન-૨૦૨ દરમ્યાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પ્રવેશોત્સવ યોજનાર છે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર પ્રાથમિક શાળાથી પ્રવેશોત્સવ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો .મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૭માં શાળા પ્રવેશોત્સવ નો રાજ્યવ્યાપી પ્રારંભ મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને કર્યો હતો . . મુખ્યમંત્રી એ શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી ને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત 50 હજાર બાળકોને પાવેશ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી. ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં  ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો  અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું

 

- બનાસકાંઠા જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે.

 

બનાસકાંઠા જિલ્લાનો સાક્ષરતા દર ૨૦૦૧ માં ૫૦.૯૭ ટકા હતો તે વધીને વર્ષ-૨૦૧૧માં ૬૬.૩૯ ટકા થયો છે એટલે કે સાક્ષરતા દરમાં ૧૫.૪૨ ટકા જેટલો નોંધપાત્ર વધારો છેલ્લા દાયકામાં થયો છે. ખાસ કરીને સ્ત્રી સાક્ષરતા દરમાં વર્ષ- ૨૦૦૧માં ૩૪.૪૦ ટકાની સામે વર્ષ- ૨૦૧૧માં પર.૫૮ ટકા સાક્ષરતા દર વધતાં ૧૮.૧૮ ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે. જે સરકાર ના શાળા પ્રવેશોત્સવ અભિયાન અને કન્યા કેળવણી મહોત્સવને આભારી છે. શાળાના નામાંકન દરમાં પણ વધારો થયો છે. વર્ષ-૨૦૦૪-૦૫ માં નામાંકન દર ૮૫ ટકા હતો, જે વધીને વર્ષ-૨૦૨૦-૨૧ માં ૯૯.૨ ટકા થયો. ૪ ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો છે. ૨૦ વર્ષ પહેલાં ૧૫.૩૯ ટકા ડ્રોપ આઉટ હતો જે વર્ષ-૨૦૨૦-૨૧ ઘટીને ધોરણ ૧ થી ૮ નો ૨.૮૪ ટકા થયો છે. ધોરણ ૧ માં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ માટે વિદ્યા પ્રવેશ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓનું સરકારી શાળા તરફનું આકર્ષણ પણ વધ્યું છે.

 

- જિલ્લા પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓ વધારાઈ છે.

 

 બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખૂટતી ભૌતિક સુવિધાઓ પૈકી રાજય સરકારના સઘન પ્રયાસોથી રાજયમાં સૌથી વધુ ઓરડાઓના બાંધકામ કરવામાં આવ્યા છે.આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પણ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.જેના કારણે આજે સરહદી વિસ્તારમાં આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી શિક્ષણનું પ્રમાણ ઓછું હતું જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં લોકો અભ્યાસ વગર જોવા મળતા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા હાલમાં બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના કારણે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ શિક્ષણનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જેના કારણે આજે સરહદી વિસ્તારો ના વિદ્યાર્થીઓ પણ વિવિધ પરીક્ષાઓમાં સારા ગુણથી ઉત્તીર્ણ જોવા મળી રહ્યા છે

Download Our B K News Today App



Related News