ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ લીલાશા મંદિર ખાતે 142 માં જન્મ જયંતીની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-28 12:00:48
  • Views : 234
  • Modified Date : 2022-03-28 12:00:48

ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ લીલાશા મંદિર ખાતે 142 માં જન્મ જયંતીની ઉજવણી કરાઈ

 

ડીસા શહેરમાં આવેલ સ્વામી લીલાશાની દર વર્ષે જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસ ની મહામારી ના કારણે તેમના જન્મ જયંતીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે બે વર્ષ બાદ આજે ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ સ્વામી લીલાશા મંદિર ખાતે તેમની જન્મ જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી સ્વામી લીલાશાના જન્મ જયંતી પ્રસંગે મદીરને અનોખી રીતે શણગારવામાં આવ્યું હતું. આજે યોજાયેલા આ જન્મદિવસ નિમિત્તે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો ડીસા શહેરમાં વસતા ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે યોજાયેલા જન્મદિન પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો

Download Our B K News Today App



Related News