સુરતની ધો-8ની વિદ્યાર્થીનીએ આવા 100 ગુણાકાર 7 મિનિટમાં પુરા કર્યા, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 12:12:45
  • Views : 684
  • Modified Date : 2020-11-09 12:12:45

            સુરતની ભાવિ મહેતાએ ગણિતમાં 2x2 અંકના 100 ગુણાકાર 7 મિનિટ 21 સેકન્ડમાં કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ભાવિની ઉંમર હાલ 13 વર્ષની છે અને ધો.8માં અભ્યાસ કરે છે. 4 સેકન્ડની સ્પીડે 2 અંક*2 અંક(00*00) એવાં 100 ગુણાકાર કરીને ઉત્તર આપ્યા હતા.જેમાંથી 96 જવાબ સાચા આપ્યા હતા. આ માટે તેને ફાસ્ટેસ્ટ ટુ સોલ્વ ટુ ડિજિટ મલ્ટીપ્લીકેશન સમનો ટેગ મેળવ્યો છે. અગાઉ વર્ષ 2020માં ભાવિની 6 વર્ષની બહેન કનિકાએ પણ ઈન્ડિયા બુક અને એશિયા બુકનો એવોર્ડ મેળવ્યો હતો. સિટી ભાસ્કરે ભાવિ મહેતા સાથે વાત કરી તેણે કઈ એવોર્ડની તૈયારી અંગે જાણ્યું હતું.14 ઓક્ટોબરે આ રેકોર્ડ મેં લાઈવ બનાવ્યો હતો. અને 9 નવેમ્બરે મને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ તરફથી મને મેડલ અને સર્ટિફિકેટ મળ્યું હતું. હું ધોરણ 6માં હતી ત્યારથી ગણિતના ક્લાસીસ શરૂ કર્યા હતા. 2 વર્ષ સુધી મેન્ટલ મેથ્સ શીખ્યા બાદ હવે હું વૈદિક મેથ્સ માટે પ્રેક્ટિસ કરૂ છું. પણ મને રેકોર્ડ બનાવવાની ઈચ્છા ન હતી. પણ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ નિમિત્તે દિપેશ સરે મને ગુરૂદક્ષિણામાં મારી પાસે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ માંગ્યો હતો. ત્યારથી મેં આ માટે વધારે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. સર મને દરરોજ 100 દાખલાની 15 વર્કશીટ મોકલતા હતા અને એની પ્રિન્ટ કાઢીને દરરોજ તેની પ્રેક્ટિસ કરતી હતી. એટલે દિવસમાં 1500 દાખલાની પ્રેક્ટિસ થઈ જતી હતી. છેલ્લે જ્યારે રેકોર્ડનું લાઈવ સેશન થવાનું તેના થોડા દિવસ પહેલા જ આંગળી સુજી ગઈ હતી. એટલે 2 દિવસ પહેલા પ્રેક્ટિસ કરવાનું બંધ કરી દીધું હતું. સામાન્ય રીતે હું 100 દાખલા 6 મિનિટમાં પૂરા કરી લઉં છું પણ આંગળીમાં સોજો હોવાને કારણે 7 મિનિટ 21 સેકન્ડનો સમય લાગ્યો હતો. - ભાવિ મહેતાસ્ક્રીન પર એક ગુણાકાર કર્યા પછી ઉત્તર આપીને સોફ્ટવેરથી જવાબ મેળવવામાં વધુ સમય જતો હતો. એટલે ભાવિએ લાઈવ બેસીને જ વર્કશીટ પર જ એક પછી એક એમ 2 ડિજિટના ગુણાકારના 100 દાખલા 7 મિનિટ 21 સેકન્ડમાં સોલ્વ કર્યા હતા. અગાઉ પ્રેક્ટિસનો વિડીયો બનાવી ઈન્ડિયા બુક ઓપ રેકોર્ડમાં મોકલાયો હતો. અને તેના આધારે 14 ઓક્ટોબરે લાઈવ સેશનથી આ રેકોર્ડની નોંધણી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News