પ્રેમી સાથે રહેવાની લાલચે પ્રેમિકાએ નકલી નર્સ બની ગાંધીનગર સિવિલમાંથી બાળકની ઉઠાંતરી કરી, પ્રેમીની શરત ભારે પડી.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-04-09 17:00:58
- Views : 349
- Modified Date : 2021-04-09 17:00:58
કહે છે કે, પ્રેમ આંધળો હોય છે તેમાં કંઇ જ દેખાતુ નથી. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે. પ્રેમીની એક વિચિત્ર શરતે પ્રેમિકાને બાળકુનું અપહરણ કરવા મજબૂર કરી નાખી અને મહિલાએ પ્લાનિંગ કરીને પોતાના પ્રેમને પામવા નકલી નર્સ બની બાળકનું અપહરણ કર્યું. આ કેસમાં ગાંધીનગર પોલીસે સીસીટીવી ફૂટેજ અને સઘન તપાસ કરી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો અને આખરે મહિલાને પાલનપુરથી ઝડપી પાડી હતી.
આજથી સાત દિવસ અગાઉ ગાંધીનગર સિવિલમાં હોસ્પિટલમાંથી નવજાત બાળકનું નર્સ તરીકેની ઓળખ આપી અજાણી મહિલા ફરાર થઈ જતા સેકટર-7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે 12 અલગ અલગ ટીમો બનાવીને 200 સીસીટીવી ફુટેજ તેમજ 500 જેટલા રિક્ષાચાલકોની ઉંડાણપૂર્વકની પૂછપરછ કર્યા બાદ ફળદાયી હકીકત મળતા નવજાત બાળકના અપહરણની ઘટનાને અંજામ આપનાર મહેસાણાના પ્રેમી પંખીડાને પાલનપુરથી ઝડપી લઈને બાળકને તેની માતા સાથે મિલન કરાવી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાહતનો દમ લીધો હતો.
ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ચોકડી પાસે કાચા છાપરામાં રહેતા મૂળ રાજસ્થાનના 19 વર્ષીય રાકેશ મીઠુંનાથ કાલબેલિયાની પત્ની ગાયત્રીને પ્રસુતીની પીડા ઉપડતાં ગત તારીખ 28 માર્ચના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં ગાયત્રીએ દીકરાને જન્મ આપ્યા બાદ 31 માર્ચના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તે દરમિયાન એક અજાણી મહિલા અભણ દંપતિ પાસે આવીને પોતે નર્સ હોવાની ઓળખ આપી હોસ્પિટલમાંથી બાળકની દેખરેખ માટે ઘરે આવતી હોવાનું જણાવી ખિલખિલાટ વાનમાં બેસી ગઈ હતી અને બીજા દિવસે બાળકનું ચેકઅપ કરવાં માટે લઈ આવી સિવિલ હોસ્પિટલથી બાળકનું અપહરણ કરી ફરાર થઈ જતાં સેકટર-7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાંથી નવજાત બાળકના અપહરણની ઘટનાને ગંભીરતાથી લઇ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ LCB-1,LCB-2,SOG અને સેક્ટર-7 સહિતના પોલીસ જવાનોની અલગ-અલગ બાર ટીમોને એક્ટિવ કરી હતી. આ ટીમોને ડીવાયએસપી એમકે રાણા દ્વારા સતત સીધું માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું અને આ ટીમો દ્વારા કરવામાં આવતી તમામ કામગીરીનું પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પળે પળની માહિતી મેળવવામાં આવતી હતી.
પોલીસની 12 ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરી ખાનગી બાતમીદારોને સક્રિય કરી સતત સાત દિવસ સુધી દિવસ રાત ગાંધીનગર વિસ્તારના સિવિલ હોસ્પિટલ અડાલજ કલોલ છત્રાલ નંદાસણ કડી સહિતના હાઈવે રોડ પરના 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસીને 500 જેટલા રિક્ષાચાલકોની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરતા ફળદાયી હકીકત મળી હતી. જેમાં આરોપી મહિલા મહેસાણાના રાજપુર ગામની હોવાનું ખુલવા પામ્યું હતું. જેના પગલે પોલીસ કાફલો વહેલી પરોઢિયે રાજપુર ગામની સીમના એક બોરકુવા ખાતે દોડી ગયો હતો, પરંતુ ત્યાથી આરોપીઓ નીકળી ગયા હોવાનું જાણવા મળતા બોર માલિકની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપીઓ બનાસકાંઠાના વડગામ તાલુકાના વગદા ગામે છે. જેથી બે ટીમ બાતમી વાળા ખેતરે તાબડતોડ દોડી ગઈ હતી અને અપહરણ કરનાર મહિલા તેમજ તેના પ્રેમીને ઝડપી લઈ બાળકનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો
નવજાત બાળકનો કબજો મેળવ્યા બાદ એલસીબીએ મહેસાણા કડી તાલુકાના રાજપુર ગામના અસ્મિતા ડાયાભાઈ ભારતી 30 વર્ષ તેમજ તેના પ્રેમી જીગ્નેશ જગદીશ ભારથીની ધરપકડ કરી દીધી હતી. જેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરતા અસ્મિતા અને તેના પતિથી ચાર સંતાનો છે. જ્યારે તેના પ્રેમી જીગ્નેશને પણ પહેલી પત્નીથી ત્રણ દીકરીઓ છે. બંનેને પોત પોતાના પતિ પત્નીથી મનમેળ ના આવતા લગ્નનો અંત લાવ્યો હતો અને ફૂલહાર કરીને પતિ પત્નીની જેમ જ રહીને નવેસરથી ઘર માંડયું હતું.
પ્રેમી પંખીડા અગાઉના લગ્નજીવનનો અંત લાવ્યા બાદ નવેસરથી ઘરસંસાર માંડ્યો હતો પરંતુ પ્રેમી જીગ્નેશે તેની પ્રેમિકા અસ્મિતાને જણાવ્યું હતું કે, જો તને પુત્રનો જન્મ થશે તો જ તેની સાથે તે રહેશે તેવી શરત મૂકી હતી. જોકે, અગાઉના પતિથી ચાર સંતાનો થયા બાદ બાળક રહેવાની સંભાવના નહિવત હોવાના કારણે અસ્મિતાએ સિવિલમાંથી બાળકનું અપહરણ કરવાનું નક્કી કરી અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો.
સિવિલમાંથી બાળકનું અપહરણ કર્યા બાદ અસ્મિતા પ્રેમી જીગ્નેશ જોડે ગઈ હતી. જ્યાં દીકરાની લાલસામાં અંધ બનેલા પ્રેમીએ ફૂલ જેવા બાળકને જોઈ સહર્ષ સ્વીકાર કરી લીધો હતો અને બંને નવજાત બાળકને સાત દિવસથી ઉછેરવા લાગ્યા હતા. પરંતુ નવજાત બાળક માતાના દૂધ વિના રડતો હતો જેથી તેને ગાયનું દૂધ ચમચીથી પીવડાવીને શાંત રાખતા હતા.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 89
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 217
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 183
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 160
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 90
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 151
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



