ડીસાના મહિલા તરફથી થર્મલ ગન અર્પણ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 12:02:08
  • Views : 937
  • Modified Date : 2020-05-03 12:02:08

સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે ભારત ભર માં વડાપ્રધાન દ્વારા આ બીમારી સામે લડવા લોકડાઉન
આપવામાં આવ્યુ છે.દરેક રાજ્ય માં અલગ અલગ સેવાકીય સંસ્થાઓ દ્વારા કંઈકને કંઈક સહાય આપવામાં આવી રહી છે જેથી આ કોરોના નામની મહામારી સામે લડી શકાય ત્યારે ડીસા શહેરના ગૌરીબેન મૂળચંદભાઈ ખત્રી દ્વારા ડીસાની તમામ વહીવટી શાખા જેમાં સિટી અને ગ્રામ્ય મામલતદાર,  ઉત્તર તેમજ દક્ષિણ પોલીસ સ્ટેશન તેમજ તાલુકા પોલીસ સ્ટેશન આ ઉપરાંત ડીસા આરોગ્ય ખાતાની તમામ ટીમને આ થર્મલ ગન આપવામાં આવી હતી. જેથી ત્યાં અવરજવર કરતા લોકોનું તાપમાન માપી શકાય અને જોખમી તાપમાન આવતા લોકોને સારવાર હેઠળ લઇ શકાય આમ એક રીતે કોરોના સામે રક્ષણ મેળવવામાં આ થર્મલ ગન મદદરૂપ થઈ શકશે.

Download Our B K News Today App



Related News