જૂના રામજી મંદિર, બંસી મંદિર અને ચતુર્ભુજ મંદિર તરીકે ઓળખાતું થરાદનું પ્રાચીન મંદિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-03 11:26:55
  • Views : 665
  • Modified Date : 2020-11-03 11:26:55

વિક્રમ સવંત ૧૯૦૩ માં આ મંદિર વાઘેલા કરણસિંહજીએ વૃક્ષમણી બાના સમર્થનમાં આ મંદિર બંધાવ્યું હતું અને પછી આ મંદિર સંત મોતી રામજીને અર્પણ કર્યું હતું. માન્યતા એવી છેકે ભગવાને કરણસિંહજીને સપનામાં આવીને કહ્યું કે તમે જમીન નીચે ખોદકામ કરજો અને ત્યાંથી મારી મૂર્તિ નીકળશે ત્યાં તમે મંદિર બનાવજો પણ કરણસિંહજીએ આ વાતને ધ્યાનમાં ન લેતા ભગવાનને ઢીમા ગામે સંત મોતી રામજીને સ્વપ્નમાં આવ્યા અને મોતી રામજી થરાદ દરબારગઢમાં આવ્યા અને ઠાકોર સાહેબને વાત કરી અને કરણસિંહે કહ્યું કે સ્વપ્ન તો મને પણ આવ્યું હતું. ત્યાર પછી તેમના દ્વારા અહીં ખોદકામ કરવામાં આવ્યું અને શંકર ભગવાનનું શિવલિંગ નીકળ્યું પછી શિવ પાર્વતીની મૂર્તિ અને ભગવાન શ્રી ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન શામળાજીની મૂર્તિ પણ અહીંથી નીકળી સાથે-સાથે રામ લક્ષ્મણ જાનકી લક્ષ્મીનારાયણ ગણપતિની બે મૂર્તિઓ મળી અને હનુમાનજીની ઠાલધારી મૂર્તિ નીકળી હતી.  માનવામાં આવે છે કે અહી જે પ્રકારની મૂર્તિઓ નીકળી હતી આવી મૂર્તિઓ ક્યાંય પણ જોવા મળતી નથી છે અને આશરે ૭ પેઠીથી સાધુ વંશના વડવાઓથી કરી અને બંસીધર સીતારામજી સુધી આ મંદિરની પૂજા અર્ચના આજે પણ કરવામાં આવે છે. આ મંદિરને જૂના રામજી મંદિર,બંસી મંદિર અને ચતુર્ભુજ મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિરે કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે અને અધિક મહિનામા અહી લોકો ભગવાનના દર્શને આવે છે અને શ્રાવણ મહિનામાં અહી મોટી સંખ્યામાં ભારે ભીડ જામતી હોય છે.

Download Our B K News Today App



Related News