થરાદમાં ઈશ્વરજી અને ગણગોરજીના વિવાહ પ્રસંગે શોભાયાત્રા નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 07:17:43
  • Views : 490
  • Modified Date : 2019-04-10 07:17:43

બનાસકાંઠાના થરાદમાં વર્ષોથી રહેતા અને પાકિસ્તાનમાંથી આવેલા મહેશ્વરી વાણીના નામથી ઓળખાતા મહેશ્વરી સમાજની મહિલાઓ અને યુવતિ દ્વારા થરાદમાં મહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન ઈશ્વરજી અને ગણગોરના લગ્નની મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં થરાદના નગરપાલિકાના સદસ્ય કોકીલાબેન પ્રજાપતિ તેમજ નગરપાલિકાના સદસ્ય કલાવતીબેન રાઠોડ હાજર રહ્યા હતા. આ વિવાહ પ્રસંગ  હોળીના બીજા દિવસથી પ્રારંભ થયો છે અને ૧૫ દિવસ સુધી ચાલે છે. આ શોભાયાત્રા થરાદની મહેશ્વરી સોસાયટી તેમજ સર્વોદય સોસાયટીમાંથી બહેનો માથા ઉપર સાતડા ઉપાડીને શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં થરાદના બસ સ્ટેશનથી હનુમાનજી મંદિરથી રામજી મંદિર પરત ફરી હતી અને સોસાયટીમાં જઈ રાત્રે ઈશ્વરજી અને ગણગોરજીના વિવાહ સંપન્ન થયા હતા.

Download Our B K News Today App



Related News