બનાસકાંઠાના થરાદ વાવ સુઇગામ તાલુકામાં દુષ્કાળ જાહેર કરવામાં આવેલો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 12:17:00
  • Views : 723
  • Modified Date : 2019-06-18 12:17:00

ખાનપુરના ખેડૂત રણછોડભાઈ માધાભાઈ હડિહલના પુત્રની પત્નિનું નાનીવયે અવસાન થતા રણછોડભાઈ હડિયલે  તેમના
પુત્ર વધુના અવસાન બાદ એના નિમિત્તે ખેતરમાં વાવેલ બે એકરથી વધુ જમીનમાં બાજરીના પાકનું વાવેતર કરેલું હતું. એ બાજરીના ઉભા પાકની અંદર ગૌશાળાની ગાયોને ચરવા માટે આપી દીધી.
ખાનપુર ગામના હડિયલ વિમળાબેન મહેશભાઈની ધર્મ  પત્નિનું નિધન થયેલ હોય.  જેમના સમણાર્થે ર એકર જમીનમાં વાવેતર કરેલી બાજરીની આશરે ૩૦ બોરી બાજરીની ઉપજ થાય એમ હતી. ત્યારે એ બાજરીમાં ખાનપુરની ગૌ શાળાની ગાયો  ચારવામાટે આપી દીધી. દુષ્કાળને લઇ અને સરહદી વિસ્તારોમાં અનેક અબોલ પશુઓ ઘાસ ચારો નથી તેમજ ઘાસચારાની  તંગી વર્તાઈ રહી છે. ત્યારે આવા સરહદી વિસ્તારોમાં અનેક દાતાઓ દ્વારા ગૌવંશને ઘાસ આપવામાં આવે છે. તેમજ અનેક સંસ્થાઓ દ્વારા અને ગૌ ભક્તો દ્વારા ગાયોના માટે ભગવત સપ્તાહ કથા તેમજ ભવ્ય સંતવાણી ડાયરો પણ રાખવામાં આવે છે.
અને જે આવક થાય એ આવક ગૌવંશના ઘાસ ચારામાં વાપરવામાં આવે છે. ગાયોને બચાવવા માટે  પ્રયત્નો આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. ત્યારે
ખાનપુરના એક ખેડૂતે પણ ગાયો માટે પોતાના ખેતરમાં ઉભેલી લીલી બાજરી ગાયોને ચરવા માટે અર્પણ કરેલી.

Download Our B K News Today App



Related News