વેપારી સંગઠનો દ્વારા ભારત બંધને થરાદ તાલુકામાં ફિયાસ્કો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 11:38:07
  • Views : 304
  • Modified Date : 2021-02-27 11:38:07

પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારા તેમજ જીએસટીની જાેગવાઈઓને લઈને ભારત ભરના વેપારીઓ દ્વારા ભારત બંધનું એલાન કરવાનું આયોજની કરવામાં આવ્યું હતું. જેમાં થરાદ તાલુકામાં બંધના એલાનને લઈને ફિયાસ્કો જાેવા મળ્યો હતો. થરાદના
વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું ન હતું તેમજ થરાદ તાલુકો અને શહેરના તમામ વેપારીઓએ
પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખ્યા હતા.
જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બેફામ વધારા અને જીએસટીના આકરા નિયમોના વિરોધમાં દેશના આઠ કરોડથી વધુ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતાં ૪૦ હજાર વેપારી સંગઠનોએ શુક્રવારના રોજ ભારત બંધનું આહવાન કર્યું હતું. જેમાં વેપારી સંગઠનો સાથે સંસ્થાઓ તેમજ વિવિધ એસોસિએશનો  જાેડાયા હતા.  દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અને દેશની જાેગવાઈના વિરોધમાં હડતાળનું આયોજન કરાયું હતું. જેને લઇને થરાદ વેપારી એસોસિએશને જણાવ્યું હતું કે અમે વારંવાર રજૂઆતો કરી છે પરંતુ ધંધા-રોજગાર બંધ રાખવાથી અમને ભારે નુકસાન થવાની શક્યતા છે. અત્યારે મંદીની સિઝન ચાલી રહી છે અને અગાઉ  કોરાના લોકડાઉન ઈફેક્ટ નડી  છે. એટલા માટે અમે બજારો બંધ રાખી નથી અને સ્વેચ્છાએ બજારો ચાલુ રાખી છે. આથી ભારત બંધ એલાનને  લઈને થરાદમાં ફીયાસ્કો  જાેવા મળ્યો હતો. .

Download Our B K News Today App



Related News