થરાદ તાલુકાની સમસ્યાઓને લઈને પ્રધાનમંત્રીને લેખિત રજૂઆત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 18:08:48
  • Views : 556
  • Modified Date : 2019-06-28 18:08:48

થરાદ તાલુકો અતિ પછાત તાલુકો છે. જેમાં ૧૩૪ ગામોમાંથી માંડ ૩૪ ગામોને સિંચાઈનું પાણી મળે છે. બાકીના ૪૪ ગામોને સિંચાઈનું પાણી મળતું નથી અને જ્યાં ટ્યુબવેલો છે ત્યાં ખારૂ પાણી આવે છે. નર્મદા નહેરની પૂર્વ દિશામાં સુજલામ - સુફલામ છે પરંતુ ત્યાંથી સિંચાઈનું પાણી મળતું નથી આ વિસ્તારમાં વરસાદ અનિશ્ચિત આવે છે. સુજલામ-સુફલામ નહેરને નેનાવા સુધી લંબાવી નહેરને પાકી બાંધી આ નહેરમાં નર્મદામાંથી પાણી પાણી નાખવામાં આવે. માઈનોર તેમજ સબ માઈનોર કેનાલો બાંધી ખેડૂતોને સિંચાઈ પાણી આપી શકાય તેમ છે. તેમજ નર્મદા વિભાગ પાસે સર્વે કરાવી તાત્કાલિક ધોરણે ખેડૂતોને પાણી મળે તેમ છે.  તેમજ થરાદને થીરપુર જિલ્લો બનાવવામાં આવે તેમજ અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં પણ આવ્યું છે. તેમજ થરાદ મધ્યમ ભાગમાં હોવાથી તેનો વિકાસ પુરજડપે પણ થયેલો છે. તેમજ આજુબાજુના  તાલુકાઓમાં વધારે સરળતા પડે તેમ છે.  આથી થરાદ જિલ્લો બનાવવા માટે આપને સહ વિનંતી  છે. બંને માંગણીઓને વ્યાજબી અને વ્યાપક હોઈ તાત્કાલિક મંજૂર  કરાવશો નહિતર અમારે નાછુટકે સરકાર સામે ગાંધી માર્ગો આંદોલન કરવાની ફરજ પડશે.




Download Our B K News Today App



Related News