થરાદ તાલુકાનાં ચાંગામાં રજા પર આવેલા જવાનનું વીજકરંટથી નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 14:51:25
  • Views : 2081
  • Modified Date : 2019-11-20 14:51:25

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચાંગા ગામના વતની અને લશ્કરમાં ફરજ બજાવતા જવાન દોઢ મહિના પહેલા પગે ફેકચર થતા વતનમાં રજા ઉપર હતા.તે દરમ્યાન મંગળવારે ડી.પી પર લંગર ચઢાવવા જતાં કરંટ લાગતા તેમનું મોત નીપજ્યુ હતુ.જેને લઇ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.આમ કાંકરેજના ચાંગા ગામે રહેતા બાબુભાઇ બાવાભાઇ ચૌધરી કે જેઓ આર્મીમાં ફરજ બજાવે છે.પરંતુ દોઢેક માસ અગાઉ તેઓના પગમા ફેક્ચર થવાને કારણે રજા ઉપર વતન ચાંગા આવેલા હતા.આમ તેમની નિવૃત્તિને અઢી વર્ષ જેટલો સમય બાકી હતો.ત્યારે મંગળવારે ખેતરમાં વીજ કામે ડી.પી ઉપર લંગર ચડાવવા ગયા ત્યારે અચાનક કરંટ લાગ્યો હતો.જેને લઇ સારવારઅર્થે થરા રેફરલ ખાતે લઈ પહોંચ્યા હતા.પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરીવાર સહીત સમગ્ર પંથકમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.આમ જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

Download Our B K News Today App



Related News