રૂ.૫ કરોડનાં ખર્ચે બનાવેલ ઢીમાથી થરાદ રોડ પર ગાબડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 11:20:45
  • Views : 448
  • Modified Date : 2019-12-04 11:20:45

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાથી થરાદને જોડતો ૧૨ કિમીનો રોડ ઓક્ટોબર ૨૦૧૭માં રૂ
૫ કરોડનાં ખર્ચે મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને સાઈડો વધારી રોડને પહોળો કરવાનો હતો. તો વળી બે વર્ષ પછી આ રોડની કામગીરીઓ પૂર્ણ થઈ છે. રોડ બનાવ્યાને છ માસ થયા છે ત્યારે રોડ પર ઠેર ઠેર ગાબડાઓથી વાહનચાલકો ભારે પરેશાની વેઠી રહ્યાં છે. તો વળી આ રોડ માવસરી સુધી
બોર્ડર વિસ્તારનાં ગામડાઓને જોડતો હોઈ તેની મજબૂતાઈ માટે રાજ્ય સરકાર દ્વારા માતબર રકમ ફાળવી હતી. ત્યારે આ રોડની કામગીરીઓમાં પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટર સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
મળતી માહિતી મુજબ, સરહદી વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં દર પૂનમે ભવ્ય લોકમેળો ભરાય છે જેથી વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે. ઘણાં વર્ષો પછી આ રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. છતાં પણ યાત્રાધામ ઢીમાથી થરાદને જોડતા રોડની કામગીરીઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. માત્ર છ માસમાં જ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્‌યાં છે. ત્યારે રોડની ગુણવત્તાને લઈને અનેક શંકાઓ ઉભી જ થઈ છે. રોડની કામગીરીઓ છ માસમાં પૂર્ણ કરવાની હતી જે ધીમી ગતિએ બે વર્ષ સુધી ચાલી હતી. ત્યારે બે વર્ષ સુધી વાહનચાલકો સહિત યાત્રાધામ ઢીમા ધામ ખાતે આવતાં હજારો શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. તો વળી આ રોડનું સત્વરે પેવરકામ થાય તેવી લોકમાંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News