ચંદનગઢ અને કારેલી ગામના ખેતરોમાં સોલાર પાર્કની વીજલાઈન ચાલતા થરાદ પ્રાંતને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-10 11:44:46
  • Views : 336
  • Modified Date : 2020-10-10 11:44:46

રાધાનેસડા સોલાર પાર્કથી ખિમાણા વાસ સ્ટેશન સુધીનું વીજલાઈનનું કામ ચાલુ કરાતા ખેતરોના માલિક ખેડૂતોને યોગ્ય વળતર આપવા અથવા કામને રોકવા માટે થરાદ પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે અમે જેટકો
કંપનીને કોઈ સંમતિ આપેલ ના હોવા છતાં અમારે તો ચોમાસું સિઝન ચાલુ હોય પાકની વાવણી કરવાની બાકી હોય અમારા ખેતરમાં ઉભા પાકમાં કંપનીના સાધનો દ્વારા કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. તેથી પાકને મોટુ નુકસાન આવે તેમ છે. તેમજ  પાકને થયેલા નુકસાનનું વળતર કેટલુ
આપવાનું તેનું કોઇ ધારા ધોરણ નક્કી કરેલ નથી કે કોઈ નોટીસ પણ આપવામાં આવેલ નથી.  
અમારા ખેતરમાંથી પસાર થતી વીજલાઈન ખેતરમાં પસાર થતા હોય અમારી જમીન
સંપાદન કરવામાં આવેલ નથી અને  કોઈ વળતર ચૂકવવામાં આવેલ નથી. આથી વીજળીના થાંભલા જમીનમાં નાખવાથી ખોદકામ કરવાથી જમીનની માટી ઉલટ સુલટ થવાથી તેની ફળદ્રુપતા નાશ પામે છે. તેથી જમીનમાં ઉત્પાદન લઇ શકાતું નથી. જેથી જે કામ વિજલાઈનનું ચાલે છે તેનો અમને સતત વાંધો છે અને તાત્કાલિક ધોરણે આ વીજલાઈનનું વાળતર ન મળે ત્યાં સુધી કામકાજ બંધ કરાવી યોગ્ય વળતર આપવા બાદ જ કામ ચાલુ કરવું તેવું મનાઇ હુકમ કરવા તેમજ વળતર અપાવવા આવેદન સાથે રજૂઆત છે. આ
આવેદનપત્ર આપવા માટે પટેલ લાલાભાઈ, પટેલ નાગજીભાઈ, કોળી જીવાભાઈ, પટેલ ભગવાનભાઈ, કોળી વસ્તાભાઇ અને ચૌહાણ નરપતસિંહએ હાજર રહી આવેદનપત્ર આપ્યું હતું.

Download Our B K News Today App



Related News