મરઘીનું માસ ભરેલ ગાડી સહિત શખ્સને ઝડપતી થરાદ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 11:36:32
  • Views : 818
  • Modified Date : 2020-05-27 11:36:32

થરાદના વાલ્મીકિ વાસમાંથી મરઘીનું માસ (ચીકન) ભરેલ ગાડી ઝડપાતા જિલ્લા કલેકટરે જાહેર કરેલ માસ મટન પરના પ્રતિબંધની ઐસી કી તૈસી કરી ધજાગરા ઉડાડતા શખ્સ સામે થરાદ
પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
વર્તમાનમાં લોકડાઉન હોઈ જિલ્લા મેજીસ્ટ્રેટના આદેસાનુસાર સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી કોઈપણ વ્યક્તિ બિન જરૂરી અવરજવર કે બહાર ન નીકળવા પરિપત્ર જાહેર કરાતા થરાદ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વાલ્મીકિ વાસમાં એક બોલેરો ગાડી શંકાસ્પદ જણાતા ઘટનાસ્થળે લોકો હોઈ પોલીસ સ્ટાફના માણસો ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા. જોકે ત્યાં ઉભેલ ગાડી નંબર જીજે ૧૮ એએમ ૫૯૩૪ ની બોલેરો ગાડીના પાછળના ભાગે ખોલી ચેક કરતા તેમાં મરઘીનું માસ ભરેલ જણાતા સદરહુ ગાડી સહિત ચાલકને પોલીસ મથકે લાવી હતી. આ સંદર્ભે પંચો રૂબરૂ ગાડી ચાલકનું નામઠામ
પુછતા તેનું નામ યુસુફભાઈ હુસેનભાઈ શેખ રહે. થરાદના વાલ્મીકિ વાસવાળો હોવાનું જણાવ્યું હતું. તેમજ પંચો રૂબરૂ ગાડી લઈને નીકળવા બાબતે
પૂછતા ગલ્લા તલ્લા કરતો હોઈ બોલેરો ગાડીના પાછળના ભાગે મરઘીના માસનું ચીકન ભરેલ પ્લાસ્ટિકની થેલી નંગ સોળનું વજન આશરે પાંત્રીસ કિલો જણાતા તે માસનું ચીકન અને બોલેરો ગાડી જપ્ત કરી હતી. વર્તમાનમાં ચાલતા વાયરસમાં ચેપ લાગી શકે અને લોકોની જિંદગી જોખમાય એ રીતે બહાર નીકળી જિલ્લા કલેકટરે જાહેર કરેલ પરિપત્રના નિયમને જાણે કે શખ્સ ઘોળીને પી ગયો હોય તેમ સરેઆમ ભંગ કરતા યુસુફભાઈ હુસેનભાઈ શેખ રહે. થરાદના વાલ્મીકિ વાસવાળા વિરૂદ્ધ થરાદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News