થરાદ પોલીસે થરાદના દીદરડા ગામેથી જાયલો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને ગાડીચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-05 11:20:12
  • Views : 335
  • Modified Date : 2021-06-05 11:20:12

      મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પુજા યાદવ સાહેબ થરાદ તથા I/C પો.ઇન્સ શ્રી બી. વી.પટેલ થરાદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ  થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના  માણસો સાથે વળાદર વિસ્તારના ગામડાઓમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દીદરડા ગામે આવતાં એક જાયલો ગાડી નંબર GJ-13-N-3481 આવતા ગાડી ચાલક  ગાડી મુકી ફરાર થઈ જતાં  ગાડી ચેક કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ કાચની બોટલો નંગ.૫૭૬ કુલ કિ.રૂા.,૨૫,૪૭૨/- નો મુદ્દામાલ તથા ગાડી કિ.રૂા.,૦૦,૦૦૦/- એમ મળી કુલ  કિ.રૂા.,૨૫,૪૭૨/- ના મુદામાલની હેરાફેરી કરતા જાયલો ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી  અને થરાદ પોલીસ દ્વારા દારૂની હેરાફેરીનો ગણનાપાત્ર કેસ શોધી સફળ કામગીરી કરેલ છે.

 

Download Our B K News Today App



Related News