થરાદ પોલીસે પાવડાસણ ગામના પાટિયા પાસેથી બોલેરો જીપમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-16 12:58:46
  • Views : 221
  • Modified Date : 2021-12-16 12:58:46

બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે જેના કારણે બુટલેગરો અવારનવાર નવા કીમિયા અપનાવી બનાસકાંઠામાં દારૂની હેરાફેરી કરતા હોય છે..ગાંધીના ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે દારૂની હેરાફેરી,બંદૂક,કારતૂસ કે ગાંજાની હેરાફેરી રાજસ્થાનથી બનાસકાંઠામાં અવારનવાર થતી હોય છે પરંતુ બનાસકાંઠા પોલીસ સતર્ક રહીને બુટલેગરોના નવા પેતરાને પકડી પાડતી હોય છે..ત્યારે થરાદ પોલિશ સ્ટેશન વિસ્તારમાંથી બોલેરો જીપ ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ થરાદ પોલીસ દ્વારા પકડવામા આવ્યો હતો.. થરાદ પોલીસનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પાવડાસણ ગામના પાટિયા પાસેથી બોલેરો જીપ ગાડી નં. RJ-04-TA-1760 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૨૪૬ કિ.રૂા.૭૪,૨૯૨/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા..પોલીસે ગાડી સહિત કુલ કિ.રૂ.,૭૪,૨૯૨/-નો મુદ્દામાલ કબજે કરી હેરાફેરી કરનાર ચાલક તથા સાથી ઈસમ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News