ખોડા ચેકપોસ્ટ ખાતેથી ટ્રકમાં પી.ઓ.પી પાવડરના કટ્ટાની આડમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત બે આરોપીને થરાદ પોલીસે ઝડપી પડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-26 12:08:46
  • Views : 297
  • Modified Date : 2021-05-26 12:08:46

      બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે જેના કારણે અનેકવાર રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે માલની હેરાફેરી ગુજરાતમાં કરવામાં આવે છે જેમાં ક્યારેક ડ્રગ્સ,દારૂ,તમંચા જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપવામાં આવે છે અને પોલીસ દ્વારા પણ આ પ્રવૃત્તિ કરનાર શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..અસમાજિક તત્વો દ્વારા અવનવા કીમિયા અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનીમાં આવે છે ત્યારે આજે થરાદ પોલીસે કોરોનાકાળમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો..થરાદ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખોડા ચેકપોસ્ટ ખાતે વાહનચેકીગ દરમીયાન ટ્રક નંબર RJ-19-GE-0601ની ઉભી રખાવી તલાશી લીધી હતી જેમાં ટ્રકમાં તાડપત્રી નીચે PUPના પાવડર કટ્ટાની અંદર સંતાડેલ 265 પેટી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૪૯૦૮ બોટલ પોલીસે ઝડપી પાડી હટી.. જેમાં દારૂની કિંમત રૂપિયા 10 લાખ 46 હજાર 940 તથા ટ્રકની કિંમત 10 લાખ, મોબાઇલ નંગ-૨ જેની કિંમત 10,000 તથા રોકડ રકમ 300 અને અન્ય મુદ્દામાલ સહિત રૂપિયા ૨૦ લાખ 57 હજાર 240ના મુદ્દામાલની હેરાફેરી કરતાં આરોપી કાશીરામ બાબુરામ જાગુ અને રમેશ ઘેવરરામ બુડિયા રાજસ્થાનવાળાને ઝડપી પાડી તથા દારુનો જથ્થો ભરાવનાર સહઆરોપી ભેપારામ જાલારામ બિશનોઈ  વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News