થરાદના ખોડા ચેકપોસ્ટ પાસેથી અફીણના જથ્થા સાથે એક ઈસમને થરાદ પોલીસે ઝડપી પાડ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-18 11:23:42
  • Views : 354
  • Modified Date : 2021-06-18 11:23:42

      પોલીસ મહાનિરિક્ષક  જે.આર.મોરથલીયા  બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ બનાસકાંઠા,પાલનપુર  તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઔષધો અને મનપ્રભાવી દ્રવ્યોનુ વેચાણ,હેરાફરી અટકાવવા અને આવા પદાર્થ રાખતા ઇસમો વિરૂધ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.ચૌધરી તથા સ્ટાફ  સાથે મળેલી બાતમીના  આધારે ખોડા ચેકપોસ્ટ ખાતે વોચ તપાસમાં હતા ત્યારે   ઈકો ગાડીમાં બેઠેલ પેસેન્જર સવાઈ સિંહ જવસિંહ રાજપૂત પાસેથી અફીણનો જથ્થો કુલ ૨૩ ગ્રામ  અને અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૫૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે ઈસમ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

Download Our B K News Today App



Related News