થરાદ પોલીસે એક ગાડીમાંથી 382 ગ્રામ અફિણના રસ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-04 11:52:33
  • Views : 336
  • Modified Date : 2022-09-04 11:52:33

થરાદ ખોડા ચેક પોસ્ટ પરથી થરાદ પોલીસે એક ગાડીમાંથી 382 ગ્રામ અફિણના રસ સાથે કુલ 5,43,200ના કુલ મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.બનાસકાંઠા જિલ્લાની ગુજરાત રાજસ્થાન સરહદે આવેલ થરાદ ખોડા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા સધન વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ચેકીંગ દરમિયાન રાજસ્થાનના સાચોર તરફથી આવતી કાર નંબર (એએસ-01-બીડી-0073)ને ચેકીંગ કરતાં ગાડીમાંથી માદક પદાર્થ અફીણનો રસ મળી આવ્યો હતો.જેમાં 382 ગ્રામ અફિણ કે જેની કિંમત રૂપિયા 38200 તેમજ મોબાઈલ રૂપિયા 5000 સહિત ગાડી કિંમત રૂપિયા 5 લાખ મળી 5,43,200ના કુલ મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેની સાથે ગાડી ચાલક જગદીશ કિશનલાલ વિશ્ર્નોઈ રાજસ્થાન વાળાને ઝડપી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી શખ્સની અટકાયત કરી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News