થરાદ શહેરમાં બનેલ ચેન સ્નેચિંગના ગુનામાં નાસતો ફરતો આરોપી નહીં અસલ મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં જ થરાદ પોલીસે પકડી પાડયો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-09 11:59:16
  • Views : 423
  • Modified Date : 2021-07-09 11:59:16

     બનાસકાંઠા જિલ્લામાં ચોરી અને લૂંટના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે..લૂંટારાઓને જાણે પોલીસનો કોઇ ડર હોય તેમ એક બાદ એક ઘટનાને ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે થરાદમાં પાંચ દિવસ અગાઉ એક શખ્સે વજીરવાસમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.. ત્યારે થરાદ પોલીસ સ્ટેશનના કાફલો પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલ બાતમીના આધારે થરાદ હનુમાન ગોળી પાસે એક ઇસમને ઉભેલો જોઈ તેની પર શંકા જતા પોલીસે ઈસમને પકડી પાડી તેનું નામ પુછતા ચંદન ભાઈ ઉર્ફે પીન્ટુ દશરથભાઈ વજીર હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ તેની કડક પૂછપરછ કરતા તેણે તારીખ 2-7-2021 ના રોજ થરાદ વજીરવાસમાં સોનાના પેન્ડલનું સ્નેચિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી ત્યારે પોલીસે તેની પાસેથી સોનાનું પેન્ડલ અડધા તોલાનું કિંમત રૂ.15,000નો મુદ્દામાલ કબજે કરી શખ્સ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે બાબતમાં આગળ તપાસ હાથ ધરી હતી..થરાદ પોલીસે ઈસમ વિરૂદ્ધ ipc કલમ 379(એક) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News