થરાદને શુદ્ધ પાણી આપવા ધારાસભ્યની પાણી પુરવઠામંત્રીને રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-25 11:41:07
  • Views : 558
  • Modified Date : 2020-05-25 11:41:07

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પોતાના લેટરપેડ ઉપર રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને થરાદ શહેરને પીવા માટેનું શુદ્ધ પાણી આપવા બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે થરાદ શહેરને પાણી પુરુ પાડવા માટે ૬ એમએલટી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જ્યારે શહેરને ૪૦ લાખ લીટર જેટલી પાણીની જરૂરીયાત છે. તેની સામે હાલના આ પ્લાન્ટ ૨૦ લાખ લીટર પાણીની ક્ષમતા છે. આથી થરાદ શહેરને ૧૨ એમએલટીનો શુદ્ધ પાણીનો પ્લાન્ટ મંજૂર કરી થરાદ શહેરની તમામ જનતાને પીવાલાયક શુદ્ધ ફિલ્ટર પાણી મળી શકે અને તેમનું આરોગ્ય જળવાઇ રહે તેવી માંગ કરી હતી. જ્યાં સુધી ૧૨ એમએલટીના ફિલ્ટર પ્લાન્ટની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી નવા બોર મંજૂર કરે જેથી થરાદની જનતાને પીવાલાયક શુદ્ધ પાણી મળી રહે તેવી માંગણી કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ સમિતીના પ્રમુખ આંબાભાઇ સોલંકી, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદ કોંગ્રેસ અગ્રણી ડી.ડી રાજપૂત, ન.પા. પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News