થરાદના નારોલી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 12:18:27
  • Views : 471
  • Modified Date : 2019-04-03 12:18:27

થરાદના નારોલી ચેકપોસ્ટ પરથી રવિવારે ટવેરા ગાડીમાં મમરાની આડમાં સંતાડીને લવાતો વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાઇ ગયા હતા.
પોલીસે વિદેશી દારૂ સહિત ગાડી મળી કુલ રૂ. ૨.૨૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
રાજસ્થાનની સરહદે આવેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરતાં રવિવારના રોજ રાજસ્થાનના સાંચોરના શીલુ ગામ તરફથી થરાદના નારોલી ગામ તરફ આવતા માર્ગ પર નારોલી ચેકપોસ્ટ પરથી પસાર થતી જીજે-૧૯-એ-૭૮૮૧ નંબરની ટવેરા ગાડીને પોલીસે રોકાવી તલાશી લેતાં મમરાની આડમાં વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો.  પોલીસે ટવેરા ગાડીમાંથી ૨૯ હજારની કિંમતનો ૨૮૮ બોટલ વિદેશી દારૂ અને ગાડી મળી કુલ ૨.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં રાણપુરી ભીખપુરી ગૌસ્વામી તેમજ જેમલ રામચંદભાઇ ઠાકોર (બન્ને રહે.
પાતીયાસરા, તાલુકો-થરાદ)ની અટકાયત કરી કરી વધુ તપાસ હાથ ધરી છે.  


Download Our B K News Today App



Related News