થરા પાલિકામાં ગટરો સાફ નહી થતા રોગચાળાની ભીતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:15:05
  • Views : 548
  • Modified Date : 2019-08-24 15:27:14

 બ.કાં. જિલ્લામાં મચ્છર પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેના કારણે સરકારી અને ખાનગી દવાખાનાઓમાં વાઈરલ તેમજ તાવ, શરદી, ડેન્ગ્યુ, કમળો, ચિકનગુનિયા સહિતના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ત્યારે કાંકરેજ તાલુકાના થરા ન.પા. વિસ્તારમાં આવેલ સર્વિસ રોડના ફૂટપાથની ગટરો છેલ્લાં ૩,૪ વર્ષથી સફાઈ નહી થતા ભારે દુર્ગંધ  મારતા મચ્છરોના ઉપદ્રવનું સ્થાન બનવા પામ્યું છે. જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે. આમ આ વિસ્તારમાં વધતી જતી ગંદકીના સામ્રાજ્યને દૂર કરવામાં આવે તેવી  માંગ ઉઠવા પામી છે.


Download Our B K News Today App



Related News