થરાદ ધારાસભ્યએ વિવિધ સમાજ માટે આર્થિક સહાય પેકેજની રજૂઆત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-12 14:59:38
  • Views : 545
  • Modified Date : 2020-04-12 14:59:38

કોરાના વાયરસ દરમિયાન ૨૧ દિવસનું લોકડાઉન સરકારે જાહેર કર્યું છે. ત્યારે રોજ કમાનાર લોકો માટે આર્થિક સંકડામણ ઊભી થવા પામી છે. ત્યારે થરાદના યુવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરી હતી કે શ્રમયોગી લોકોની આજીવિકા છીનવાઈ ગઈ છે. જે બાબતે અત્યારે મોચી, દરજી, નાઈ, પ્લમ્બર, સુથાર, કડિયા, કુંભાર, માળી, ફેરીયા, કારીગરો ,રત્નકલાકારો, તેમજ ગ્રામ પંચાયતના વી.સી.ઓ. તરીકે ફરજ બજાવતા તમામ મજુર લોકોને અને છૂટક મજુરી કરતા લોકોને આર્થિક પેકેજ જાહેર કરવા તેમજ તાત્કાલિક ચુકવણું  કરવા મુખ્યમંત્રીને ગુલાબસિંહે  રજૂઆત કરી. તેમજ અગાઉ  થરાદ તાલુકાના શ્રમયોગી આગેવાનો  દ્વારા ગુલાબસિંહ રાજપૂતને પણ રજૂઆત કરવામાં આવી હતી કે જે રોજિંદા કમાનારી સમાજના  લોકોને આર્થિક સહાયની રજૂઆત સરકાર પાસે કરે તે માટે સુથાર સમાજના અગ્રણીઓની રજૂઆત કરી.  તેમજ  નાઈ  સમાજના પ્રમુખ આંબાભાઈ સોલંકીએ, લિંબચ યુવા સંગઠનના પ્રમુખ રવજીભાઈ નાઈ, તેમજ થરાદ પઢીયાર સમાજના પ્રમુખ જયંતિભાઇ નાઈ  (વિજયસિનેમા વાળા)એ પણ રજૂઆત કરી હતી જેને ધ્યાને લઇ ગુલાબસિંહ રાજપૂતે ઉપર સરકારમાં રજૂઆત કરી હતી. 

Download Our B K News Today App



Related News