થરાદના મહાજનપુરામાં સિપુ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 14:17:10
  • Views : 684
  • Modified Date : 2019-11-29 14:17:10

થરાદના મહાજનપુરા પાસે કરોડોના ખર્ચે સીપુ ડેમ પાઇપલાઇન ખાતમુહર્ત કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા માટે કરોડોના ખર્ચે થરાદથી સિપુ ડેમ સુધીની પાઇપલાઇન યોજનાનું કામ હાથ ધરવાનું આયોજન રાજ્યસરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુડેમ સુધી પાણી નાંખવામાં આવનાર પાઇપલાઇનનું થરાદના મહાજનપુરાની સીમમાંથી મુહર્ત કરવામાં આવ્યું હતું. જેનું કામ કરી રહેલી ધ ઇન્ડીયન હ્યુમ પાઇપ કો. લિમીટેડના એસ.કુમારે વધુમાં જણાવ્યું હતું કે થરાદથી ૬૭ કિમી લાંબી પાઇપલાઇન નંખાશે. તેમજ મહાજનપુરા મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પંપીગ સ્ટેશનો ગોઠવવામાં આવશે.જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે.આ મુખ્ય પાઇપલાઇનની બંન્ને બાજુમાં આવતાં ૧૦૦થી વધુ ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે.ત્યારબાદ થરાદ તાલુકાના ૨૦ થી ૨૫ ગામોના તળાવો પણ ભરાશે. આ વખતે આર.ડબલ્યુ.આર વિભાગના ડે.અને એક્જી.એન્જીનીયર વાય.એસ.પટેલ અને સ્ટાફ .દ્વારા બુઢણપુરના સરપંચ રમેશગિરી અતિત સહિત આજુબાજુના ગ્રામજનો અને જેમના ખેતરોમાંથી પાઇપલાઇન પસાર થવાની છે એવા ખેડુતો ઉપસ્થિત રહ્યા મળી હતી.  જોકે થરાદ પંથકના ખેડુતો આ યોજનાની જાણકારીથી અજાણ હોઇ તેમના ખેતરમાં ઉભેલા બાગાયતી અને રવિપિયત ઉપરાંત પાણીની પાઈપલાઈન બંધપાળા, ફેન્સીંગ વાડ, દિવાલ વગેરેને પણ નુકસાન થાય તેમ હોઇ આ નુકસાનું વળતર એજન્સી આપશે કે સરકાર તે જણાવવા સાથે સાથે ઉપરોક્ત પાઈપલાઈન બાબતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની નકલ તથા ફાઇનલ થયેલા એલાઇનમેન્ટ,લાઇન દોરીની નકલ પણ આપવાની માગણી કરવામાં આવી હતી. 

Download Our B K News Today App



Related News