કોંગ્રેસના ઉમેદવાર જાહેર થરાદમાં ગુલાબસિંહ રાજપૂત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 11:40:16
  • Views : 556
  • Modified Date : 2019-09-30 11:40:16

થરાદ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ યુવા નેતા અને કોંગ્રેસમાં કામ કરતાં ગુલાબસિંહ રાજપૂતને મેન્ડેડ આપ્યું છે. ગુલાબસિંહ રાજપૂત પૂર્વ થરાદ ધારાસભ્ય હેમાજી રાજપૂતના પૌત્ર છે.  જ્યારે આજે થરાદ મહીન્દ્રા શો રૂમ ખાતે સભા યોજી થરાદ પ્રાંત ખાતે ૧રઃ૩૯ ના વિજય મુહૂર્ત કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવશે. ગુલાબસિંહ
રાજપૂત યુથના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે અને એન.યુ.એસ.આઈ.ના પૂર્વ ગુજરાત પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે. થરાદ તાલુકાનો યુવા અને સ્ક્રીય ચહેરો છે.

Download Our B K News Today App



Related News