થરાદ શહેરની નર્મદા નહેર પર તાર ફેન્સિંગ કરવા ઉગ્ર માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 12:59:56
  • Views : 461
  • Modified Date : 2019-07-03 12:59:56

થરાદ શહેરમાંથી પસાર થઈ રહેલી નર્મદા નહેર ઉપર પાંચ કિમીના અંતરે પાંચ પુલ બનાવવામાં આવ્યા છે. જે નહેરમાં અત્યાર સુધી ૫૦૦૦ થી વધુ લોકો મોતની છલાંગ લગાવી મુક્યા છે. જયારે આવા કિસ્સાઓમાં થરાદ ફાયર બ્રિગેડ પાસે માત્ર એક જ તરવૈયા સુલતાન મીર જાવા મળી રહ્યા છે. જેઓએ અત્યાર સુધીમાં નહેરમાંથી ૨૫૦૦ જેટલી લાશો તથા ૫૦૦ જેટલા જીવતા લોકોને બહાર કાઢવામાં સફળતા મેળવી છે.આમ આવનારા સમયમાં આ પ્રકારના  કિસ્સાઓ ન નોંધાય તે માટે નહેરની ફરતે ફેન્સિંગ વાડ બનાવવા તેમજ તરવૈયા સુલતાન મીર સાથે અન્ય એક તરવૈયાને પણ મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 



Download Our B K News Today App



Related News