દૈયપ પાસેથી સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બીયરની બોટલો પકડાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 17:45:11
  • Views : 867
  • Modified Date : 2020-06-19 17:45:11

 દૈયપ પાસેથી સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જેનો રજી.નં. GJ-01-RB-5645 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બીયરની બોટલો કુલ નંગ-૧૫૩૬ કિ.રૂ. ૧,૫૩,૬૦૦/- તથા ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૫,૫૦૦/-  તથા  ગાડીમાં પડેલ દરવાજા ફીટીંગનો સામાનની કી. રૂ. ૮,૩૦૦ મળી કુલ મુદ્દામાલની  કિ.રૂ ૪,૬૭,૪૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી દૈયપ પાસેથી માવસરી પોલીસ  બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાથી મોટાભાગે બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી બનાસકાંઠા જિલ્લામાંથી કરે છે.ખાસ કરીને હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે બુટલેગરોને જાણે કોરોના વાયરસની મહામારીમાં પોલીસની સહેજ પણ ડર ના હોય તેમ મોટા પ્રમાણમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. છેલ્લા 10 દિવસમાં બનાસકાંઠા પોલીસે બાતમીના આધારે અનેક દારૂની ગાડીઓ સાથે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે ત્યારે હાલમાં પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતમાં મોટાભાગે વિદેશી દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં લાવવામાં આવે છે દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં વેચાય છે અને પીવાય પણ છે ત્યારે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.વાળા માર્ગદર્શન હેઠળ એમ.એમ.દેસાઈ પોલીસ સબ ઇન્સપેક્ટર માવસરી તથા હેડ કોન્સટેબલ ખેમજીભાઈ ગણેશભાઈ સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા ત્યારે દૈયપ પાસેથી સફેદ કલરની સ્વીફ્ટ ગાડીGJ-01-RB-5645 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બીયરની બોટલો કુલ નંગ-૧૫૩૬ રૂ. ૧,૫૩,૬૦૦/- તથા ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ .રૂ.૫,૫૦૦/-  તથા  ગાડીમાં પડેલ દરવાજા ફીટીંગનો સામાનની કિમત રૂ. ૮,૩૦૦ મળી કુલ મુદ્દામાલની  કિ.રૂ ૪,૬૭,૪૦૦/ નો મુદ્દામાલ સાથે જગારામ ભાનારામ રબારી, સુનીલકુમાર પુનમારામ વિશનોઈ અને દારૂ ભરાવનાર સુરેશરામ માલારામ વિશનોઇ ને પકડી તેમનં વીરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News