થરાદનો બસ કંડકટર મ્યુકરમાઇકોસીસનો બન્યો શિકાર : સારવાર માટે સરકાર પાસે સહાયની કરી માંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-31 13:47:06
  • Views : 629
  • Modified Date : 2021-05-31 13:47:06

     બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીએ ચારે બાજુ હાહાકાર મચાવી દીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારીની શરૂઆત 50થી થઈ હતી પરંતુ જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું હતું તેના કારણે દિવસે દિવસે ૨૦૦થી પણ વધુ કેસ સામે આવ્યા હતા વધતા જતા કોરોનાવાયરસ ના કેસ ના કારણે બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની હોસ્પિટલો કોરોના દર્દીઓ થી ઉભરાઇ જવા પામી હતી જેના કારણે સતત ઓક્સિજન અને ઇન્જેક્શન ની અછત વર્તાઈ હતી અને અછતના કારણે અને સમયસર દર્દીઓને સારવાર મળતાં અનેક લોકોના મોત નિપજ્યા હતા ત્યારે હજુ તો કોરોનાવાયરસ ના કેસ માં ઘટાડો થયો છે ત્યારે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી બાદ મ્યુકોરમાઇકોસીસના કેસ એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ મ્યુકોરમાઇકોસીસના કેસ વધવાની શક્યતાઓ છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ શરુ કરવામાં આવે તે માટે ડોક્ટરો દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.

     થરાદના સણાવીયા ગામે રહેતા પથુભાઈ ચૌહાણ છેલ્લા પાંચ વર્ષથી બસ કંડક્ટર તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે થરાદ ડેપો ખાતે ફરજ બજાવતા પથુભાઈ નો પગાર અત્યારે  માંડ સોળ હજાર રૂપિયા છે તેવામાં કોરોના મહામારી ના બીજા વેવનો તેઓ પણ શિકાર બન્યા હતા જોકે 25 થી 30 હજાર જેટલો ખર્ચ કર્યા બાદ કોરોના માંથી તો તેઓ બહાર આવી ગયા પરંતુ ત્યારબાદ તેમને મ્યુકોરમાઇકોસીસ થતાં તેઓની હાલત દયનીય બની ગઇ છે.

    થરાદના બસ કંડકટરને મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ થતા તેઓ તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા પરંતુ ખર્ચ ખૂબ વધારે હોવાથી તેઓએ અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ખૂબ ફર્યા હતા.પરંતુ કોઈ જગ્યાએ મેળ પડતા આખરે તેઓએ લાખો રૂપિયા ખર્ચીને પણ રોગની સારવાર કરાવવી પડી. માત્ર સોળ હજાર રૂપિયામાં નોકરી કરતા પથુભાઈ ને રોગ થતા તેમનો પરિવાર પણ ભાંગી પડ્યો હતો. અને પોતાના દીકરાની સારવાર પૈસા વગર કઈ રીતે કરાવી તેની ચિંતા તેઓને સતાવી રહી હતી આમતેમ પરિવાર પોતાના દીકરાની સારવાર માટે અનેક હોસ્પિટલ હોય ફર્યો હતો લોકો સુરક્ષિત મુસાફરી કરે તે માટે બસ કંડક્ટરો રાત-દિવસ પોતાના પરીવારની પરવા કર્યા વગર બસમાં ફરજ બજાવે છે ત્યારે થરાદના બસ કંડક્ટર પથુભાઈને મ્યુકોરમાઇકોસીસની સારવાર લેવા માટે આમ તેમ રજળવું પડ્યું હતું.

     થરાદના બસ કંડકટરને મ્યુકોરમાઇકોસીસની બીમારી થતા લાખો રૂપિયાની સારવાર માટે જરૂરિયાત હતી. તે સમયે બસ કર્મચારીઓનું યુનિયન તેમની વહારે આવ્યૂ અને નવ લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકઠી કરી તેમને સારવાર માટે સહાય કરી જોકે અત્યાર સુધી પથુભાઈ નો પરિવાર 11 લાખ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યો છે અને હજુ 100 જેટલા ઇન્ફોટેરેસીન બી ઈન્જેકશન ની જરૂરિયાત હોઈ સારવાર નો ખર્ચ ચાલુ છે.

     પથુભાઈ રોગમાં સપડાતા તેમનો પરિવારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો ત્યારે હવે અન્ય કોઈ સરકારી કર્મચારી આવા જીવલેણ રોગ માં સપડાય તો તેનો પરિવાર આર્થિક રીતે હેરાન થાય તે માટે પથુભાઈના પરિવારજનો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે તેમજ તમામ સરકારી કર્મચારીઓને મેડિકલ સારવાર વિનામૂલ્યે મળે અને કોઈ જાનહાની થાય તો સરકાર આર્થિક સહાય આપે તેવી માંગ પથુભાઈ ના પરિવારજનો કરી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News