સેવા, સમર્પણ અને ત્યાગની ભાવનાના દર્શન કરાવતી ધાનેરા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-17 18:12:49
  • Views : 629
  • Modified Date : 2020-04-17 18:12:49

હમેશા કડક મિજાજ દેખાતી પોલીસનો નવો ચહેરો લોકડાઉનમાં સામે આવ્યો છે. લોકડાઉનના પાલનની સાથે સાથે સેવા કરતી પોલીસને જોઈ લોકો પણ અચરજમાં મુકાઇ ગયા છે . સાચા અર્થમાં સેવા, સમર્પણ અને ત્યાગની ભાવનાના દર્શન કરાવતી ધાનેરા પોલીસ પર જુઓ અમારો વિશેષ અહેવાલ....

પોલીસનું નામ આવતા જ લોકોમાં ડર પેદા થાય છે પણ જો ધાનેરા પોલીસની વાત કરવામાં આવે તો લોકોમાં લોકડાઉન દરમિયાન અલગ જ છબી ઉભરી આવી છે.પોલીસની લોકો ને વારંવાર વિનંતી અને સરળ શબ્દોમાં સમજાવવાની રીત જ લોકોના દિલમાં ધર કરી ગઈ છે.સતત કડક ભાષામાં વાત કરતી પોલીસ લોકોએ જોઈ હતી પણ લોકડાઉનમાં આ રીતે સમજાવીને લોકડાઉનનું પાલન કરવાની રીત લોકોને પસંદ પડી ગઈ છે...ધાનેરા પોલીસે લોકડાઉનની શરૂઆતથી જ પોતાના ભાગનું ભોજન અનેક લોકોને જઈને જમાડયું છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે જ ધાનેરા પોલીસની વાસ્તવિકતા છે. બાળકો પોલીસને જોઈ ભોજન લેવા સામે દોડી જાય છે જ્યાં કોઈ સેવાભાવી સંસ્થા ન પહોંચી ત્યાં ધાનેરા પોલીસ પહોંચીને ભોજન આપીને સાચા અર્થમાં સેવાનો મંત્ર સાર્થક કર્યો છેવધુ માં વાત કરવામાં આવે તો દરરોજ 10 કરતા વધુ ગાયોને ઘાસ ખવડાવે છે. 

Download Our B K News Today App



Related News