ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી થરા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 11:28:20
  • Views : 647
  • Modified Date : 2020-05-03 11:28:20

 થરા પોલીસ સ્ટાફના  માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન  મળેલ બાતમી હકીકત આધારે થરા
પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૫૦૫૧૨૦૦૨૫૦/૨૦૨૦ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૪, ૪૫૭, ૧૧૪ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ બીએસએનએલ કંપનીના ટાવરની ઓરડીઓમાં રાખેલ એસી નંગ ૪ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા બીએસએનએલ કંપનીના ટાવરના સેલ નંગ – ૮૬ કિ.રૂ.૧,૭૨,૦૦૦/- મળી કુલ  મુદ્દામાલ કિ.રૂ.૨,૯૨,૦૦૦/- સાથે આરોપી રમેશજી સોરાબજી ઠાકોર રહે.થરા આંબલીવાસ તા.કાંકરેજ તથા (૨) દીનેશજી બાબુજી ઠાકોર (ઘાંઘોસ) રહે.થરા ઉગમણા વાસ તા.કાંકરેજ તથા (૩) કનુજી ચમનજી ઠાકોર(ઘાંઘોસ) રહે.થરા ઘાંઘોસ વાસ તા.કાંકરેજ તથા (૪) પ્રવિણજી ઉર્ફે બકાજી સ્વરૂપજી ઠાકોર(ઘાંઘોસ) રહે.થરા ઘાંઘોસવાસ તા.કાંકરેજને ઘરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે.  

Download Our B K News Today App



Related News