થરા પોલીસે હની ટ્રેપના ગુનામાં નાસતા ફરતા પાંચ આરોપીઓને પકડી જેલના હવાલે કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-20 11:51:49
  • Views : 224
  • Modified Date : 2022-06-20 11:51:49

 

કોર્ટમાં રજૂ કરી ગુનાની ગંભીરતા જોતા પાંચેય આરોપીઓના જામીન ના મંજુર કરાયાં

 

કાંકરેજના થરા વિસ્તારમાં તાજેતરમાં છરીની અણીએ બળજબરીપૂર્વક રૂ.56,200 પડાવ્યા હતા. જેની ફરિયાદ નોંધાતાં હની ટ્રેપના ગુનામાં થરા પોલીસે 5 આરોપીને શનિવારે પકડીને જેલના હવાલે કર્યા હતા. તા. 22 મે-2022 ના થરા વિસ્તારમાં સાવનકુમાર નાઇને કેટલાક શખ્સોએ છોકરી જોડે મીઠી મીઠી વાતોમાં લાવી હની ટ્રેપનો ભોગ બનાવ્યો હતો અને ત્યારબાદ કોઈ છોકરીને બાઈક ઉપર બેસાડી અને ત્યારબાદ બાઇકનો પીછો કરીને કહ્યુ હતુ કે અમારા ગામની છોકરીને કેમ બાઈક ઉપર લઈને ફરે છે તેમ કહી બદનામીનો ડર બતાવી છરી કાઢી રૂ.2 લાખની માંગણી કરી હતી.

ત્યારે સાવનકુમાર પાસે પૈસા ના હોઇ મારમારી બળજબરીથી રૂ.56,200 કઢાવી ગુનો કરી નાસી ગયા હતા. ત્યારે સાવનકુમારએ પાંચ શખ્સો વિરુદ્ધ હની ટ્રેપની થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ થરા પીએસઆઈ પી.એન.જાડેજાએ પોલીસની અલગ અલગ ટીમો બનાવી હની ટ્રેપમાં સંડોવાયેલા ગુનેગારોની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે શનિવારે થરા પોલીસને આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી.

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ભાવુભા મફુભા વાઘેલા, દિલીપસિંહ કનુભા ઝાલા, કિશનસિંહ રણધીરસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભોલો ધીરુભા વાઘેલા (ચારેય રહે.વડા,તા.કાંકરેજ)તથા વિરેન્દ્રસિંહ ઉર્ફે દજુભા વાઘેલા (રહે.ભલગામ, તા.કાંકરેજ) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરી ગુનાની ગંભીરતા જોતા નામદાર કોર્ટે પાંચેય આરોપીઓના જામીન ના મંજુર કરતા પાંચેય આરોપીઓને પોલીસે જેલમાં મોકલી આપ્યા હતા.

 

Download Our B K News Today App



Related News