કલેકટર મંજૂર કરે તો ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-20 11:01:13
  • Views : 840
  • Modified Date : 2020-05-20 11:01:13

થરા પાલિકાની વન વે માર્ગની દરખાસ્ત કલેકટર મંજૂર કરે તો  ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે


કાંકરેજ તાલુકાના થરા નગરમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ફોરલેન હાઈવે અંતર્ગત પોલીસ સ્ટેશન સામેથી ભાભર રોડ સુધી એકથી એકવીસ ફુટ ઉંચો ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો જેનાથી થરા નગર ઉત્તર-દક્ષિણ બે ભાગમાં વહેચાયી ગયું. બંન્ને બાજુ સર્વીસ રોડ બનાવ્યા પણ  ગરનાળા જે ચહલ પહલને ધ્યાનમાં રાખીને  બનાવવા જોઈએ તેના બદલે દિયોદર ત્રણ રસ્તે બે જયારે માર્કેટ યાર્ડ, બસ સ્ટેશન, શાળા-કોલેજ, ગ્રામ્ય-સોસાયટી વિસ્તાર, ધાર્મિક સ્થળોને સ્થાનિક અવરજવર વધુ રહે તેવા વિસ્તારમાં એક જ ગરનાળુ બનાવ્યું. ટોટાણા-હારીજ, રુની ગામના રોડ પાસે ગરનાળુ એનકેન પ્રકારના દબાણથી બન્યું નહીને જયારે આ ફોરલેન માર્ગ ચાલુ થયો ત્યારે દસથી બાર નિર્દોષ લોકોએ ઓવરબ્રીજ ક્રોસ કરવામાં જીવ ગુમાવ્યાને ભારે ઉહાપો થતા સંસદ સભ્યની દરમિયાનગીરી બાદ મીની ગરનાળુ તો બનાવ્યું પણ  ત્યાં ભ્રષ્ટાચારનો ભોરીંગે જે કરામત કરી તેનાથી  માર્કેટયાર્ડ, બસ સ્ટેશન ગરનાળા વિસ્તારમાં ટ્રાફીક સમસ્યા ઊભી થઈ. જેના નિવારણ માટે પાલિકા દ્વારા કલેકટરને વનવે માર્ગની દરખાસ્ત કરેલ તથા જયારે જિલ્લા પોલીસ વડાનું વાર્ષિક ઇન્સપેકશન હોય ત્યારે વેપારીઓ, પત્રકારો આમજનતા લોકદરબારમાં રજૂઆત કરતી આવી છે. પણ તેનો કોઈ જ ઉકેલ આવ્યો ન હતો.  પરંતુ કોરોના લોકડાઉન ત્રણમાં લોકોની ભીડ ના થાય ટ્રાફીક વ્યવસ્થાને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે થરા પી.એસ.આઇ. એમ.બી. દેવડાએ સર્વીસ રોડની અવરજવર ધ્યાને રાખી  વન-વે નો કામચલાઉ અમલ કરતા ખરેખર ટ્રાફીક વ્યવસ્થા સુચારૂ ચાલી રહી છે. લોકડાઉન-૪ માં ગઇકાલે થરા નગરમાં ધંધા રોજગારની છૂટછાટ  મળતા જ  વનવે પ્લાન બહુ સરાહનીય સાબીત થયો. થરા નગરમાં ટ્રાફિક સમસ્યા સરળતાથી ટી.આર.બી. જવાનો, એન.એસ.એસ.કેડેટો ઉકેલી રહયા છે. પાલિકા આ સમયે કલેકટરને વનવે માર્ગની દરખાસ્ત પુનઃરજૂ કરે તો  ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. પી.એસ.આઇ. દેવડા  ઉત્તમ કાર્ય કર્યુ  છે. આ કાર્યને થરા વેપારી વર્ગ તથા પ્રજાજનો સહયોગ આપી રહી છે. જો  કલેકટર વનવે માર્ગની દરખાસ્ત  મંજૂર કરે તો થરાનગરની વર્ષો જૂની  ટ્રાફિક સમસ્યા કાયમી માટે હલ થઈ જશે. 

Download Our B K News Today App



Related News