થરાની ઘાંઘોસ વાસ પ્રાથમિક શાળામાં શિક્ષકની અનિયમિતતા અને એસ.એમ.સી. મુદ્દે વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 11:11:17
  • Views : 557
  • Modified Date : 2019-06-29 12:12:54

સમગ્ર રાજયમાં સૌ ભણે સૌ આગળ વધેના નેમ સાથે રાજયસરકાર બાળકોના શિક્ષણ અર્થે કરોડો રૂપિયાનું બજેટ ફાળવતી હોય છે. પ્રવેશોત્સવ, ગુણોત્સવ મુલ્યાંકન ટેસ્ટ,
રી-ટેસ્ટ સહિતના અનેક પ્રોગ્રામો થકી શિક્ષણકાર્યનો વ્યાપ વધે અને ગુજરાતના ભાવિપેઢીનું એકદમ ચપળ અને ઉતમ પરીણામલક્ષી બને એ માટે અગ્રેસર છે.ત્યારે બિજી બાજુ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દેલવાડા પ્રાથમિક શાળાને તાંળાબંધીનો મામલો પ્રકાસમાં આવ્યો હતો.
બનાસકાંઠાના પશ્વિમ વિસ્તાર કાંકરેજ તાલુકાના થરાના રૂની રોડ પર આવેલ ધાંધોસ વાસ પ્રાથમિક શાળા, નં-૧ને ધાંધોસ વાસના વાલીઓ દ્વારા શાળાના મુખ્ય શિક્ષક ઠકકર કિશોરભાઇ વૈકુઠરામ  સેન્ટર શાળામાં શાળાના મુખ્ય શિક્ષકની અનિયમિતતા અને એસ.એમ.સી.માં ગેરવહીવટ બાબતે વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી.વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પણ પત્ર લખી શાળાના મુખ્ય શિક્ષક શાળામાં અનિયમિત આવે છે. તથા એસ.એમ.સી મીટિંગ પણ બે વર્ષથી બોલાવેલ નથી.
નાણાકીય વ્યવહારો પોતાની મરજી મુજબ અને એસ.એમ.સી.ની જાણ અને મંજૂરી વિના કરેલા છે, જે ગંભીર બાબત છે.જેની તપાસ કરી નાણાકીય બેદરકારી તથા અનિયમિતતા બાબતે તાત્કાલિક બદલી કરવા તથા ખાતાકીય તપાસ કરવાની અરજી કરી હતી.આ શિક્ષક
રીપોર્ટ કર્યા વિના અને બિજા કોઇ શિક્ષકની વૈક્લ્પિક વ્યવસ્થા કર્યા વિના પ્રવાસે ઉપડી ગયો છે.આ શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીનો અભ્યાસ ચાલે છે.તેમાં ૫૦ બાળકોનું શિક્ષણ બગડ્‌યું છે.શાળામાં એક જ શિક્ષક છેલ્લાં ૩ દિવસથી શિક્ષણ કાર્ય ચલાવે છે. બાળકોના ભાવિ સાથે ચેડા થઇ રહયા છે, તે વાલીઓના  ધ્યાનેઆવતાં વાલીઓ દ્વારા શાળાને શિક્ષકથી કંટાળી તાંળાબંધી કરાઇ હતી.આ શિક્ષકની અનિયમિતતા અને એસ.એમ.સી. કમિટિના ગેરવર્તણુંક મામલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે વાલીઓએ બાળકોને શાળાએ ન મુકી વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓ દ્વારા અરજી કરી જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરાઇ હતી.

Download Our B K News Today App



Related News